________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૫
અવતરણિકા :
तथाहि
333
અવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=પાંચ આશ્રવો દ્વારા કર્મ બાંધીને ચાર ગતિમાં પરિભ્રમણ પામે છે, તે આ
પ્રમાણે
ગાથાઃ
सव्वगईपक्खंदे, काहिंति अणंतए अकयपुन्ना ।
जे य न सुणंति धम्मं, सोऊण य जे पमायंति ।। २१५ ।।
ગાથાર્થ :
અને જેઓ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને જેઓ પ્રમાદ કરે છે, તેઓ નહિ કરાયેલા પુણ્યવાળા અનંત એવા સંસારમાં સર્વગતિ પ્રસ્કન્દને=સર્વ ગતિમાં ગમનને, કરશે. II૨૧૫II
ટીકા ઃ
सर्वगतिप्रस्कन्दान् समस्तगतिगमान् करिष्यन्ति अनन्तकेऽनिधने संसार इति गम्यते, अकृतपुण्याः सन्तः, के ? ये च न शृण्वन्ति धर्मं सर्वज्ञोक्तं, श्रुत्वा च चशब्दौ समुच्चयार्थी ये प्रमादयन्ति શિથિલયનીતિ શ્ય।।
ટીકાર્થ ઃ
સર્વ પતિપ્રòન્વાન્ ... શિથિલયન્તીતિ ।। સર્વગતિના પ્રસ્કંદને=સર્વ ગતિના ગમનને, અનંત=અનિધન એવા સંસારમાં, કરશે=અકૃત પુણ્યવાળા કરશે અને કોણ કરશે ? એથી કહે છે જેઓ સર્વજ્ઞ વડે કહેવાયેલા ધર્મને સાંભળતા નથી અને સાંભળીને જેઓ પ્રમાદ કરે છે, તેઓ અંત વગરના સંસારની સર્વ ગતિમાં ગમન કરશે, એમ અન્વય છે. II૨૧૫।।
ભાવાર્થ :
જેઓ પાંચે ઇન્દ્રિયોને વશ છે અને પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવોને સેવે છે, તેઓ અકૃત પુણ્યવાળા છતાં અંત વગરના સંસારમાં સર્વ ગતિઓમાં પરિભ્રમણ કરશે અને જેઓ ભગવાનના ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પણ પ્રમાદમાં પડેલા છે, તેઓ પ્રાણાતિપાતાદિ કરીને ચાર ગતિમાં પરિભ્રમણને ક૨શે, માટે સર્વજ્ઞકથિત ધર્મ સાંભળવો જોઈએ અને સાંભળ્યા પછી તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને શક્તિને ગોપવ્યા વગર સર્વજ્ઞના વચનથી આત્માને ભાવિત કરીને પાંચેય ઇન્દ્રિયોના વિષયોના સંશ્લેષથી આત્માનું રક્ષણ કરવું જોઈએ અને શક્તિ અનુસાર પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવોનો ત્યાગ કરવો જોઈએ. જેથી સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ થાય. II૨૧૫॥