________________
૩૩૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૬
અવતરણિકા :
तदेष प्राप्तधर्माणां शैथिल्येऽपायो गदितोऽधुना तमादित एव ये न प्रतिपद्यन्ते तेषां विशेषतोऽ. पायमतिदिशनाहઅવતરણિકાર્ય :
તે આ પ્રાપ્ત કરાયેલા ધર્મવાળાઓના શૈથિલ્યમાં અપાય કહેવાયો. હવે તેને=ધર્મને, જેઓ આદિથી જ સ્વીકારતા નથી, તેઓને વિશેષથી અપાય છે, એ પ્રકારના અતિદેશને કરતાં કહે છે –
ગાથા :
अणुसिट्ठा य बहुविहं मिच्छद्दिट्टी य जे नरा अहमा ।
बद्धनिकाइयकम्मा, सुगंति धम्मं न य करेंति ।।२१६ ।। ગાથાર્થ :
બહુ પ્રકારે અનુશાસન કરાયેલા જે મિથ્યાષ્ટિ અધમ પુરુષો બંધાયેલા નિકાચિત કર્મવાળા છે, તેઓ ધર્મને સાંભળે છે અને કરતા નથી. ll૧૬ના ટીકા :
चशब्दोऽपिशब्दार्थः, अनुशिष्टा अपि धर्मदेशनया चोदिता अपि, बहुविधं नानारूपं, मिथ्यादृष्टयश्च विपर्यस्तबुद्धयो ये नराः पुरुषाः, अधमा नीचास्ते नितरां सर्वगतिप्रस्कन्दाननन्तसंसारे करिष्यन्तीत्यर्थः । यतो बद्धं स्वप्रदेशैः श्लेषितं निकाचितमवश्यवेद्यावस्थां नीतं कर्म ज्ञानावरणादि यैस्ते तथाभूताः शृण्वन्ति धर्मं क्वचित् पराभियोगात् समवसरणादिगमने न च नैव कुर्वन्तीति ।।२१६।। ટીકાર્ય :
રશોf .... Qીતિ | જ શબ્દ જ શબ્દના અર્થવાળો છે, બહુ પ્રકારે=જુદી જુદી રીતે, અનુશાસન કરાયેલા પણ=ધર્મદેશનાથી પ્રેરણા કરાયેલા પણ, મિથ્યાષ્ટિઓ=વિપર્યસ્ત બુદ્ધિવાળા, જે અધમ પુરુષો છે તેઓ અનંત સંસારમાં સર્વ ગતિઓમાં ગમન કરશે, જે કારણથી બદ્ધ સ્વ પ્રદેશોથી શ્લેષિત, નિકાચિત અવશ્ય વેધ અવસ્થાને પ્રાપ્ત કરાયેલા જ્ઞાનાવરણીય આદિ કર્મ છે જેમના વડે તે તેવા પ્રકારના જીવો ક્યારેક પરના અભિયોગથી=દાક્ષિણ્યથી, સમવસરણ આદિમાં ગમન થયે છતે ધર્મને સાંભળે છે, કરતા નથી જ. ll૨૧૬ ભાવાર્થ :
જે જીવોને ગાઢ ક્લિષ્ટ કર્મો બંધાયેલાં છે તે અધમ પુરુષો છે અને આત્માના વાસ્તવિક સ્વરૂપને જોવામાં વિપર્યસ્ત બુદ્ધિવાળા છે, તેથી બહુ પ્રકારે ધર્મદેશનાથી પ્રેરણા કરાયેલા પણ તેઓને ધર્મ સમ્યફ