________________
૩૨૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૦-૨૧૧ सर्वदोषाणां परदाराकर्षणादीनां प्रवर्तक इत्यर्थः कोऽसौ कामग्रहो मदनचित्तभ्रमः, दुरात्मा दुष्टस्वभावः, येनाभिभूतं वशीकृतं जगत् सर्वमिति ।।२१०।। ટીકાર્ય :
સર્ઘ દાખi ... સર્વમિતિ | સર્વ ગ્રહોનો પ્રભાવકજીવમાં પ્રગટ થતા સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન, કામગ્રહ છે, એમ અવય છે, મહાગ્રહ છે=મોટો ઉન્માદ છે, સર્વ દોષોનો=પરસ્ત્રી આકર્ષણાદિનો, પ્રવર્તક સામગ્રહ છે=મદનચિત્તનો ભ્રમ છે, દુરાત્મા છે=દુષ્ટ સ્વભાવવાળો છે, જેના વડે સર્વ જગત વશ કરાયું છે. પર૧૦ || ભાવાર્થ :
સંસારમાં જ્યારે જીવના ખરાબ ગ્રહો વર્તતા હોય ત્યારે જીવને અનેક આપત્તિઓ આવે છે. તેવી આપત્તિઓને પ્રગટ કરનારા બધા ઉન્માદરૂપી ગ્રહોનું ઉત્પત્તિસ્થાન કામ છે; કેમ કે કામની ઇચ્છાવાળાને ધનાદિની આવશ્યકતા રહે છે, તેથી ધનસંચયનો ઉન્માદ થાય છે. વળી કામનો ઉદ્રેક સ્ત્રી સાથે વિવિધ વિલાસ કરીને આનંદ મેળવવા માટે અનેક પ્રકારના લેશોનો ઉદ્ભવ કરાવે છે. તેથી જીવમાં સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન કામ છે; કેમ કે ધનાદિના ઉન્માદ કરતા કામના ઉન્માદને શાંત કરવો અતિદુષ્કર છે. વળી સર્વ દોષોનો પ્રવર્તક છે; કેમ કે કામને વશ પરસ્ત્રીસેવન વગેરે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે, વળી કામજન્ય ચિત્તનો વિભ્રમ દુષ્ટ સ્વભાવવાળો છે; કેમ કે ચિત્તમાં કુત્સિત વિકલ્પો કરાવીને આત્માની સદા વિડંબના કરે છે. જેનાથી આખું જગત વશ કરાયું છે, તેના કારણે જગતના જીવો સંસારના ભ્રમણથી બહાર નીકળી શકતા નથી. આ પ્રકારે કામની વિડંબનાનું સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક ભાવન કરીને બુદ્ધિમાન પુરુષે કામના વિકારોનું શમન થાય અને આત્માનો અવેદી સ્વભાવ પ્રગટ થાય તે રીતે યત્ન કરવો જોઈએ. ર૧ના
ગાથા :
जो सेवइ किं लहई ?, थामं हारेइ दुब्बलो होइ ।
पावेइ वेमणस्सं, दुक्खाणि य अत्तदोसेणं ।।२११।। ગાથાર્થ :
જે કામને સેવે છે તે શું પ્રાપ્ત કરે છે? અર્થાત્ કંઈ પણ પ્રાપ્ત કરતો નથી, બળને નાશ કરે છે, દુર્બળ થાય છે, વૈમનસ્યને પામે છે, આત્મદોષથી દુઃખોને પ્રાપ્ત કરે છે. ર૧૧] ટીકા :
यः सेवते भजते तं कामं स किं लभते ? तृप्त्यादिकं न किञ्चिदित्यर्थः, केवलं 'थाम' ति बलं हारयति तत्सेवनात् ततश्च दुर्बलो भवति, तथा प्राप्नोति वैमनस्यं चित्तोद्वेगं, दुःखानि च क्षयव्याधिप्रभृतीन्यात्मदोषेण स्वापराधेन इति ।।२११।।