________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૯-૨૧૦
૩૨૭ અંગને અહીં=સંસારમાં, કામરૂપી કીડો યાચના કરે છે, તે કારણથી આ રીતે=આવા કુત્સિત અંગને ઈચ્છે છે એ રીતે, કેમ દુભાતો નથી ? તે મનોભવની વક્રતા છે. ૨૦૯ ભાવાર્થ :
સંસારમાં જીવોને આત્મહિત છોડીને પુદ્ગલમાં પ્રવૃત્તિ કરાવે તેવો વિપર્યાસરૂપ અબોધ પ્રાયઃ કામના ઉદયથી થાય છે, તેથી તેનું કુત્સિત સ્વરૂપ બતાવીને આત્માને જાગૃત કરવા માટે અનુશાસન આપતાં કહે છે –
શરીરની અશુચિ સર્વ જાણી શકે છે અને આ કુત્સિત છે, એમ જાણીને બધાને લજ્જા આવે છે, તેવાં પણ સ્ત્રીઓનાં અંગોને આત્મામાં વર્તતો આત્માને પ્રતિકૂળ એવો કામ ઇચ્છે છે, એ જ બતાવે છે કે આત્મામાં વિપર્યાસ કરાવનાર આ કામ છે; કેમ કે જે પ્રત્યક્ષથી અત્યંત કુત્સિત જણાય છે, તેના પ્રત્યે પણ જીવને કુત્સિતતાને બદલે સુખની બુદ્ધિ થાય છે. તેથી વાસ્તવિકતાનો વિચાર કર્યા વગર મૂઢ થઈને અન્યનાં કુત્સિત અંગો સાથે ચેષ્ટા કરીને આનંદ લેવાનો યત્ન કરે છે. વસ્તુતઃ આત્મામાં તેવો મૂઢતા આપાદક વેદનો ઉદય ન હોય તો ક્યારેય તેવો ભાવ થાય નહિ તે પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થ છે, છતાં વ્યાપક રીતે આ જગત કામથી મૂઢ થઈને પોતાનો પ્રાપ્ત થયેલો ભવ નિષ્ફળ કરે છે. આ રીતે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને આત્માને અનુશાસન આપવું જોઈએ, જેથી મૂઢતાનો પરિહાર થાય અને શાશ્વત આત્માના હિત માટે શું ઉચિત છે, એના કર્તવ્યનું ભાન થાય. l૨૦૯ અવતરણિકા :
તથા
અવતરણિકાર્ચ - અને અન્ય પ્રકારની કામની વિડંબના કેવી છે ? તે બતાવે છે –
ગાથા -
सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी ।
कामग्गहो दुरप्पा, जेणऽभिभूयं जगं सव्वं ।।२१०।। ગાથાર્થ :
સર્વ ગ્રહોનું ઉત્પત્તિસ્થાન સર્વ દોષોનો પ્રવર્તક દુરાત્મા એવો કામગૃહ મહાગ્રહ છે, જેનાથી સર્વ જગત વશ કરાયું છે. ર૧૦II ટીકા :सर्वग्रहाणां समस्तोन्मादानां, प्रभव-उत्पत्तिस्थानं, महाग्रहो बृहदुन्मादः, 'सव्वदोसपायट्टि' त्ति