________________
૩૨૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૧-૨૧૨ ટીકાર્ય :
યઃ સેવને ... સ્વાપર ધેન તિ || જે કામને સેવે છે તે શું પ્રાપ્ત કરે છે ? તૃપ્તિ આદિ કંઈ પ્રાપ્ત કરતો નથી, કેવલ થામ=બળને નાશ કરે છે.
શેનાથી નાશ કરે છે ? એથી કહે છે – તેના સેવનથી કામના સેવનથી, નાશ કરે છે અને તેથી દુર્બળ થાય છે=શરીરના વીર્યક્ષયને કારણે દુર્બળ થાય છે અને વૈમનસ્યતા=ચિતના ઉદ્વેગ, પ્રાપ્ત કરે છે અને આત્મદોષથી સ્વઅપરાધથી, ક્ષય-વ્યાધિ વગેરે દુઃખોને પ્રાપ્ત કરે છે. l૨૧૧|| ભાવાર્થ -
અનાદિથી આત્મામાં સ્થિર થયેલ વેદના ઉદયથી થતી વિડંબનાને પ્રત્યક્ષ જોવા છતાં જીવ કામને સેવે છે, તેનાથી તેને તૃપ્તિ આદિ કંઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ શરીરનું વીર્ય નાશ પામે છે, તેથી દુર્બળ થાય છે. અતિકામસેવનને કારણે ક્ષીણ થયેલા શરીરવાળો હંમેશાં ચિત્તના ઉદ્વેગવાળો બને છે. વળી ક્ષય-વ્યાધિ વગેરે દુ:ખોને પ્રાપ્ત કરે છે, તેથી જે કામ વર્તમાન ભવમાં કેવળ અનર્થકારી છે, કોઈ પ્રકારની સ્વસ્થતાનું કારણ નથી, છતાં મોહથી મૂઢ થયેલા જીવો તેનો પરિહાર કરવા સમર્થ બનતા નથી. આ પ્રકારે વર્તમાનમાં થતા કામના અનર્થોનું ભાવન કરીને કામવૃત્તિને શાંત કરવા યત્ન કરવો જોઈએ. ૨૧૧ અવતરણિકા :
अन्यच्चઅવતરણિકાર્ય :
અને બીજું=બીજી કામની શું વિકૃતિ થાય છે ? તે બતાવે છે –
ગાથા :
जह कच्छुलो कच्छं, कंडुयमाणो दुहं मुणइ सुक्खं ।
मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ।।२१२।। ગાથાર્થ :
જે પ્રમાણે ખણજના રોગવાળો ખણજને કરતો દુઃખને સુખ જાણે છે, તે પ્રકારે મોહાતુર મનુષ્યો કામરૂપ દુઃખને સુખ કહે છે. ll૧II ટીકા -
जह कच्छुल्लो कच्छं ति यथा पामावान् पामां कण्डूयमानो नखादिभिर्दुःखं तदुपतप्तिरूपं