________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૮
૩૨૫
ટીકા :
सञ्झा इत्यादिरूपकं सन्ध्यारागश्च जलबुद्बुदश्चेति द्वन्द्वस्ताभ्यामुपमा यस्य तस्मिनेवंविधे जीविते आयुषि सति चशब्दो व्यवहितसम्बन्धः, जलबिन्दुचञ्चले च कुशाग्रादिलग्नजलवच्चपले वेत्यर्थः । उपमात्रयाभिधानमतितरलतादर्शनार्थं, यौवने तारुण्ये चशब्दाद् द्रव्यनिचयादौ च नदीवेगसन्निभे सरिज्जवतुल्ये सति हे पापजीव ! दुरात्मन् किमिदं न बुध्यसे पश्यन्नपीति ।।२०८।। ટીકાર્ય :
સા .... પશ્યન્નપતિ | સંધ્યાનો રાગ અને જલતો પરપોટો એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તે બો દ્વારા ઉપમા છે જેને તે આવા પ્રકારનું જીવિત હોતે છતે=આયુષ્ય હોતે છતે, શબ્દ વ્યવહિત સંબંધવાળો છે અને પાણીના બિંદુ જેવું ચંચલ યૌવન હોતે છતે કુશના અગ્ર ભાગે રહેલા પાણીના ટીપા જેવું ચપલ યૌવન હોતે છતે, ઉપમાત્રયનું કથત=સંધ્યાના રંગ, જલતો પરપોટો અને જલનું બિંદુ એ ત્રણ ઉપમા જીવિત અને યૌવનની અતિ તરલતા બતાવવા માટે છે, ૪ શબ્દથી ધનનો સમૂહ આદિ નદીના વેગ જેવા હોતે છતે હે પાપજીવ=દુરાત્મા, આને જોતો પણ તું શું બોધ પામતો નથી. I૨૦૮II - ભાવાર્થ
સંધ્યાકાળનો સમય જોનારને સુંદર જણાય છે, પરંતુ તે સંધ્યાના રંગો પરિમિત સમય માટે હોય છે. થોડી વારમાં અંધકાર ફેલાય છે, તેમ પોતાનું જીવિત ગમે તેટલું દીર્ઘ હોય તોપણ અનંતકાળમાં સંધ્યાના રંગોની ક્ષણ જેટલું અલ્પ દેખાય છે; અનંતકાળની અપેક્ષાએ સો વર્ષ નહિ, ક્રોડો વર્ષ પણ સંધ્યાના રંગ તુલ્ય અલ્પ છે. વળી પાણીમાં પરપોટા થાય છે, તે ક્ષણમાં નાશ પામે છે, તેમ તે તે ભવના આયુષ્યરૂપી પરપોટો ક્ષણમાં નાશ પામે છે, તેથી જીવનું આયુષ્ય ઘણું દીર્ઘ હોય તોપણ અનંતકાળની અપેક્ષાએ પાણીના પરપોટા જેવું અલ્પકાલીન છે. વળી યૌવન જલના બિંદુ જેવું ચંચળ છે અર્થાત્ ઘાસના અગ્ર ભાગમાં લાગેલું પાણીનું બિંદુ ક્ષણમાં સુકાઈ જાય છે, તેમ ક્ષણમાં યૌવન પૂર્ણ થાય છે અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે.
વળી સંસારી જીવો સુખી થવા માટે ધનનો સંચય કરે છે, તે પણ નદીના વેગ જેવો છે. જેમાં પાણીનો વેગ ક્ષણમાં નાશ પામે છે, તેમ પુણ્યના સહકારથી શ્રમ કરીને પ્રાપ્ત કરેલો ધનનો સમૂહ, જેવું પુણ્ય સમાપ્ત થાય કે તરત ચાલ્યો જાય છે. આ પ્રકારે સર્વ વસ્તુ અત્યંત અસ્થિર છે. આમ જોવા છતાં અસ્થિર જીવિત, અસ્થિર યૌવન અને અસ્થિર ધનસંચયમાં આસ્થા કરીને પાપી જીવ કેમ બોધ પામતો નથી ? વસ્તુતઃ પોતાનો આત્મા શાશ્વત હોવાથી સ્થિર છે. આત્માની અંતરંગ ગુણસંપત્તિ સ્થિર છે, તેને પ્રાપ્ત કરવા માટે જીવે સદા ઉદ્યમ કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો ભવ આત્માના હિતનું કારણ બને, પરંતુ મૂઢ જીવ શાશ્વત આત્માની ચિંતા કરતો નથી, ભવમાં પ્રાપ્ત થયેલા વૈષયિક સુખમાં વ્યગ્ર રહે છે, માટે હે આત્મન્ ! તું બોધ પામ, એ પ્રકારે ઉપદેશ આપે છે. ૨૦૮