________________
૩૨૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૭-૨૦૮ પરાધ મનોરથના પાશથી ઘેરાયેલો જીવ, જે હિત અનુષ્ઠાન છે, તે કરતો નથી જ=આત્માના પથ્યને કરતો નથી જ,
કેવો જીવ કરતો નથી ? તે કહે છે – વધ્ય જેવો વધ્ય જીવ કરતો નથી; કેમ કે હંમેશાં કૃતાન્તના મુખની અંતતિપણું છે. ૨૦૭ ભાવાર્થ :
સંસારના વાસ્તવિક સ્વરૂપનું નિર્મળ દૃષ્ટિથી અવલોકન થાય, તે માટે મહાત્મા સર્વને અનુભવસિદ્ધ વસ્તુ ઉપદેશ દ્વારા સ્પષ્ટ કરે છે –
સર્વ જીવને અવશ્ય પરવશથી મરવાનું છે, પરંતુ કયા દિવસે મૃત્યુ થશે ? તેનું જ્ઞાન નથી. આ રીતે સ્વઅનુભવથી જેને પ્રત્યક્ષ દેખાતું હોય તે જીવ તો હંમેશાં પોતાના આત્માનું જે હિત હોય તેવું અનુષ્ઠાન કરે, પરંતુ સંસારી જીવો વિષયોમાં મૂઢ છે, તેથી પ્રત્યક્ષથી આ પ્રકારે દેખાય છે, તોપણ હજી મૃત્યુ નથી આવ્યું તો કંઈક ભોગસામગ્રી એકઠી કરું, કંઈક ધનસંચય કરું ઇત્યાદિ મનોરથના પાશથી ઘેરાયેલા હોય છે. પરમાર્થથી કૃતાન્તના મુખમાં હોવાના કારણે વધ્ય છે, તો પણ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં આત્માને માટે જે પથ્ય અનુષ્ઠાન છે, તેને કરતા નથી, પરંતુ વિષયને પરવશ થઈને અનંત મરણોની પરંપરાના કારણને સેવે છે અને તત્કાલ પ્રાપ્ત વિષયોમાં મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે. l૨૦ળા અવતરણિકા :
तथा चाहઅવતરણિકાર્ચ -
અને તે રીતે કહે છે=જે રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ છે, તે બતાવીને આત્માનું હિત કરવાનો ઉલ્લાસ થાય તે રીતે કહે છે –
ગાથા -
संझरागजलबुब्बुओवमे, जीविए य जलबिंदुचंचले । जोवणे य नईवेगसन्निभे, पावजीव ! किमियं न बुज्झसे ।।२०८।।
ગાથાર્થ :
સંધ્યાનો રાગ અને જલના પરપોટા જેવું જીવિત હોતે છતે અને જલબિંદુ જેવું ચંચળ યૌવન હોતે છતે અને નદીના વેગ જેવો દ્રવ્યનો સંચય હોતે છતે હે પાપી જીવ ! શું આ પ્રકારે બોધ પામતો નથી ? Il૨૦૮II