________________
૩૧૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા ૨૦૩-૨૦૪
सुगुरुसम्पर्कादि तद्धर्मफलं, तथापि जानन्नपि दृढमूढहृदयः गाढं विपर्यस्तचित्तः सन् पापे कर्मणि નનો રમત કૃતિ ।।૨૦।।
ટીકાર્થ ઃ
जानाति રમત કૃતિ ।। જાણે છે=વિકલ્પ કરે છે, ચ શબ્દથી સાક્ષાત્ જુએ છે, જે પ્રમાણે ભોગો શબ્દાદિ તેઓની ઋદ્ધિ=ઉત્કર્ષ, તેની=ભોગાદિ ઋદ્ધિની, સંપત્તિ=ઉત્કૃષ્ટ વિષયની સંપ્રાપ્તિ ધર્મનું ફળ છે એમ જાણે છે એ પ્રમાણે અન્વય છે. અથવા આવા વડે શું? એથી કહે છે સર્વ જ જે શુભ સુગુરુનો સંપર્ક આદિ પ્રાપ્ત થાય છે, તે ધર્મનું ફળ છે, તોપણ=જાણતો પણ, દૃઢ મૂઢ હૃદયવાળો=ગાઢ વિપર્યસ્ત ચિત્તવાળો છતો, જન પાપકર્મમાં રમે છે. II૨૦૩।। ભાવાર્થ -
જેઓને કંઈક વિચારશક્તિ પ્રગટી છે, તેઓ સંસારમાં ભોગની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુરુનો સંપર્ક આદિ જે શુભ પ્રાપ્ત થાય છે, તે ધર્મનું ફળ છે તેમ જાણે છે અને સાક્ષાત્ જુએ પણ છે; કેમ કે ધર્મ કરીને જીવો દેવગતિમાં ગયા છે તેવું તીર્થંકરોના અસ્તિત્વકાળમાં પ્રત્યક્ષથી દેખાતું હોય છે અને કોઈક રીતે ધર્મ કરીને દેવગતિમાં ગયા છે, તેઓ પણ પૂર્વમાં મેં ધર્મ કરેલો છે, તેનું આ ફળ છે, તેમ જોતા હોય છે, આમ છતાં દૃઢ મૂઢ હૃદયવાળા જીવો પાપકર્મમાં જ રમતા હોય છે, આથી જ દેવભવમાં ગયા પછી અન્યની અધિક સંપત્તિ જોઈને પોતે હીન સંપત્તિ પામ્યા, તેનું કારણ પૂર્વભવમાં કરેલો પ્રમાદ છે. તેમ વિચારીને પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિના કારણરૂપે ધર્મ છે, તેમ જાણવા છતાં જેઓને વિષયમાં ગાઢ મૂર્છા છે, તે જીવો પાપમાં રમનારા છે, પરંતુ સંસારના ઉચ્છેદના ઉપાયને અભિમુખ થતા નથી, આ પ્રકારે ભાવન કરીને સંસારના પરિભ્રમણથી અને સંસારના પરિભ્રમણના કા૨ણીભૂત મૂઢ મતિથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરતા નથી. તેથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરતા નથી. II૨૦૩||
અવતરણિકા :જ્જિ
અવતરણિકાર્ય :
વળી સંસારના પરિભ્રમણનું કારણ અન્ય મૂઢતાને બ્ધિથી બતાવે છે
ગાથા:
-
जाणिज्जइ चिंतिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरज्जइ, अहो सुबद्धो कवडगंठी । । २०४ ।।