________________
૩૨૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૪
ગાથાર્થ :
જન્મ-જરા-મરણથી થયેલું દુઃખ જણાય છે, ચિંતવન કરાય છે, અહો સુબદ્ધ કપટગ્રંથિ જીવ વિષયોમાં વિરામ પામતો નથી જ. Il૨૦૪il. ટીકા -
ज्ञायते गुरूपदेशादिना बुध्यते चिन्त्यते पुनः पुनर्मनसि स्थाप्यते किं तदित्याह-यदुत जन्मजरामरणसम्भवं दुःखं विषयसङ्गाद् भवतीति शेषः, न च नैव विषयेभ्यः शब्दादिभ्यः पञ्चम्यर्थे सप्तमी विरज्यते विरक्तैर्भूयते जनैरिति गम्यते । अहो ! इति विस्मये सुबद्धः सुनियन्त्रितो दुर्मोचकत्वात् कपटग्रन्थिर्मोहरूपस्तथा चोक्तं
विविच्य बाधाः प्रभवन्ति यत्र, न तत्र मिथ्यामतयश्चरन्ति । संसारमोहस्त्वयमन्य एव, दिग्मोहवत्तत्त्वधिया सहास्ते ।।२०४ ।। ટીકાર્ય :
રાવતે . સદાત્તે | જણાય છે=ગુરુ ઉપદેશાદિથી જણાય છે, ચિંતન કરાય છે ફરી ફરી મનમાં સ્થાપન કરાય છે, શું તે મનમાં સ્થાપન કરાય છે ? એથી કહે છે – તે વતથી બતાવે છે – જન્મ-જરા-મરણથી થનારું દુઃખ વિષયના સંગથી થાય છે અને શબ્દાદિ વિષયોથી સુબદ્ધ કપટગ્રંથિ જીવ વિરક્ત થતો નથી, વિષપુ શબ્દમાં પંચમીના અર્થમાં સપ્તમી છે, ગદા શબ્દ વિસ્મય અર્થમાં છે, સુબદ્ધ સુનિયંત્રિત; કેમ કે દુઃખે કરીને મૂકવાપણું છે, કપટગ્રંથિ મોહરૂપ છે અને તે પ્રમાણે કહેવાયું છે –
વિભાગ કરીને જ્યાં બાધાઓ ઉત્પન્ન થાય છે, ત્યાં મિથ્યામતિવાળા ચરતા નથી, સંસારનો મોહ વળી આ અન્ય જ છે, તત્ત્વબુદ્ધિની સાથે દિગ્બોહની જેમ રહે છે. ર૦૪માં ભાવાર્થ :
સંસારી જીવો માત્ર વર્તમાનમાં દેખાતા પદાર્થોને જોનારા છે, મારા મૃત્યુ પછી શું ? તેનો વિચાર માત્ર પણ કરતા નથી, છતાં કોઈક યોગ્ય જીવને ગુરુ ઉપદેશાદિ પ્રાપ્ત થાય ત્યારે તેને બોધ થાય છે કે વિષયોના સંગથી નવા જન્મની પ્રાપ્તિ થાય છે; કેમ કે સંગથી નવા ભવની પ્રાપ્તિના કારણભૂત કર્મો બંધાય છે. તેથી જ્યાં સુધી વિષયો પ્રત્યે સંગનો પરિણામ છે, ત્યાં સુધી મને જન્મ-જરા-મરણથી થનારું દુઃખ અવશ્ય પ્રાપ્ત થશે. આમ જાણીને વારંવાર તેનું ચિંતવન પણ કરે છે, તોપણ અનાદિકાળથી વિષયોમાં સુનિયંત્રિત એવો મોહરૂ૫ ગ્રંથિવાળો જીવ વિષયોથી વિરક્ત થતો નથી.
તેથી એ ફલિત થાય કે શાસ્ત્રઅધ્યયનથી કે ગુરુના ઉપદેશથી જેઓને તત્ત્વ યથાર્થ દેખાય છે, તેવા પણ જીવોમાં જ્યાં સુધી મોહ આપાદક કર્મો પ્રચુર વર્તે છે, ત્યાં સુધી સર્વ અનર્થોના બીજભૂત વિષયોમાં વિરક્ત ભાવ થતો નથી. તેથી વિવેકી જીવોને પણ વિષયોનો ત્યાગ દુષ્કર દુષ્કર છે. ll૨૦૪TI