________________
૩૧૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૨-૨૦૩
કરાયેલા પણ કાર્પગ્ય આદિ કારણથી નહિ ભોગવાયેલા થાય. એથી કહે છે – ઉપભોગ સહિત= અનુભવ સહિત વર્તે એથી સોપભોગા, કામો છે, તોપણ જીવ મનમાં વૈષયિક સુખને અપૂર્વતી જેમ=પૂર્વમાં નહિ જોયેલાની જેમ, જાણે છે. ર૦રા ભાવાર્થ :
સંસારમાં ભમતા જીવને શરીર સાથે ગાઢ સંબંધ છે, તેથી સુખનો અર્થી જીવ જે ભવમાં જે શરીર મળે, તે શરીરના બળથી સુખના ઉપાયભૂત કામજોગોને પ્રાપ્ત કરે છે અને તે કામભોગો જીવે અનંતી વખત પ્રાપ્ત કર્યા છે; કેમ કે કાળ અનંતો છે. તેથી અનંતકાળમાં દુર્ગતિ આદિમાં જાય છે, તેમ જીવ ક્યારેક ક્યારેક દેવ-મનુષ્યગતિને પણ પામે છે, ત્યારે ભોગોને પ્રાપ્ત કરે છે અને અનંતકાળમાં તે દેવાદિ ભવો પણ અનંતી વખત પ્રાપ્ત થયેલા અને તે સર્વનો ઉપભોગ અનંતી વખત કર્યો, તોપણ જીવ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોતો નથી. તેથી વર્તમાન ભવમાં પ્રાપ્ત થયેલા ભોગોને અપૂર્વની જેમ માને છે. વસ્તુતઃ સંસારના ઉચ્છેદના કારણભૂત તપ-સંયમ અને તપ-સંયમને બતાવનાર ભગવાનનાં વચનોનું સૂક્ષ્મ રહસ્ય જીવને ક્યારેય પ્રાપ્ત થતું નથી. આથી જ સંસારનું પરિભ્રમણ અત્યાર સુધી વિદ્યમાન છે, છતાં મોહથી મૂઢ મતિવાળા જીવો સત્તાસ્ત્રોના પરમાર્થને અપૂર્વરૂપે જોતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલા વૈષયિક સુખને અપૂર્વરૂપે જુએ છે. આથી સંસારના પરિભ્રમણનાં દુઃખોથી નિર્વેદને પામતા નથી. ૨૦શા અવતરણિકા :સર્વ
અવતરણિકાર્ય :
અને બીજું=સંસારી જીવોની મૂઢતાનું સ્વરૂપ બીજા પ્રકારે બતાવે છે –
ગાથા -
जाणइ य जहा भोगिड्डिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ।।२०३।।
ગાથાર્થ :
જે પ્રમાણે ભોગી ઋદ્ધિની પ્રાપ્તિ સર્વ જ ધર્મનું ફળ જાણે છે, તોપણ દઢ મૂઢ હૃદયવાળો જીવ પાપકર્મમાં રમે છે. ll૨૦૩ ટીકા :
जानाति विकल्पते चशब्दात् पश्यति साक्षाद्यथा भोगाः शब्दादयः, तेषामृद्धिरुत्कर्षस्तस्या सम्पत् सम्पत्तिरुत्कृष्टविषयसम्प्राप्तिरित्यर्थः, यदि वा किमनेन ? सर्वमेव यच्छुभमुपलभ्यते