________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૧-૨૦૨
૩૧૭
તથી પ્રાપ્ત થયો પ્રથમ ભવ જેમાં એવા સંસારમાં અવ્ય-અન્ય માતાઓના=પર-અપર જન્મમાં થનારી માતાઓના સ્તનનું પિવાયેલું દૂધ બહુતર થાય એમ અવય છે. ર૦૧ ભાવાર્થ :સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઉપસ્થિત કરાવવા માટે કહે છે –
સંસારમાં ભમતા જીવને અનંતી માતાઓ પ્રાપ્ત થઈ છે, તે માતાઓના સ્તનનું દૂધ જીવ વડે પિવાયું તે સમુદ્રના પાણીથી પણ અધિક થાય છે, તોપણ જીવ તૃપ્ત થતો નથી અને સંસારના પરિભ્રમણના દુઃખોથી નિર્વેદ પામતો નથી, માટે નિપુણ પ્રજ્ઞાપૂર્વક સંસારના સ્વરૂપનું ભાવન કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવો જોઈએ. l૨૦૧ાા
અવતરણિકા :
તથા
અવતરણિતાર્થ :
અને –
ગાથા -
पत्ता य कामभोगा, कालमणंतं इहं सउवभोगा ।
अपुव्वं पिव मनइ, तह वि य जीवो मणे सोक्खं ॥२०२।। ગાથાર્થ -
ઉપભોગ સહિત એવા કામભોગો અહીં=સંસારમાં, અનંતકાળ પ્રાપ્ત કરાયા, તોપણ જીવ મનમાં અપૂર્વની જેમ સુખને માને છે. ll૨૦I ટીકા :
प्राप्ता लब्धाः, चशब्दः पूर्वोक्तसमुच्चये, काम्यन्त इति कामाः शब्दादयस्त एव भोगास्ते कालमनन्तं देवादिभवेषु इह लोके ते च प्राप्ताऽपि कार्पण्यादिनाकारणेनानुपभोगाः स्युरत एवाहसह उपभोगेनानुभवेन वर्त्तन्त इति सोपभोगाः, अपूर्वमिव प्रागदृष्टमिव मन्यते आकलयति तथापि च जीवो मनसि हृदये सौख्यं वैषयिकमिति ।।२०२।। ટીકાર્ય :
પ્રાપ્ત ... વૈષયિતિ શબ્દ પૂર્વોક્તના સમુચ્ચયમાં છે, કામના કરાય તે કામ શબ્દાદિ તે જ ભોગો છે, તે=ભોગાદિ અનંતકાળ અહીં=લોકમાં, દેવાદિ ભવોમાં પ્રાપ્ત કરાયા છે. તે પ્રાપ્ત