________________
૩૦૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧-૧૯૨
તેથી ફલિત થાય કે જેઓ વિષયસુખમાં લોલુપતા કરે છે, તેઓ ક્યારે પણ તૃપ્ત થતા નથી અને તેનાથી બંધાયેલા કર્મના અનર્થના ફળને પ્રાપ્ત કરે છે, માટે આ વિષયો સ્વપ્નતુલ્ય છે, એમ ભાવન કરીને વિષયોથી વિરક્ત થઈને આત્મિક સુખમાં સ્થિર થવા યત્ન કરવો જોઈએ, અન્યથા મંગુ આચાર્યની જેમ પાછળથી ખેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. II૧૯૧ાા અવતરણિકા :
स च तदा यदचिन्तयत् तदाहઅવતરણિતાર્થ - અને તેણે=મંગુ આચાર્યએ, ત્યારે=વ્યંતરના ભવમાં, જે ચિંતવન કર્યું, તેને કહે છે –
ગાથા -
निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ ।
इड्डिरससायगरुयत्तणेण ण य चेइओ अप्पा ॥१९२।। ગાથાર્થ :
ઘરથી નીકળીને મારા વડે ઋદ્ધિ-રસ અને શાતાના ગુરુપણાને કારણે જિનેશ્વરથી કહેવાયેલો ધર્મ કરાયો નહિ અને આત્મા જાગૃત કરાયો નહિ. II૧૯૨ા ટીકા :
निर्गत्य गृहात् प्रव्रज्यां गृहीत्वेत्यर्थः, न कृतो धर्मो मया जिनाख्यातः, केन हेतुनेत्याह-ऋद्धिरससातगुरुत्वेन, ऋद्धिः शिष्यादिसम्पद्, रसा मधुरादयः, सातं मृदुशय्यादिसम्पाद्यं सुखं, ऋद्धिश्च रसाश्च सातं चेति द्वन्द्वस्तैर्गुरुस्तदादरवांस्तद्भावस्तत्त्वं तेन, न च नैवचेतितो विज्ञात आत्मा મોરોપદનેતિ ારા ટીકાર્ય -
નિત્ય ... મોદીદોનેતિ ઘરથી નીકળીને–દીક્ષા ગ્રહણ કરીને, મારા વડે ભગવાનથી કહેવાયેલો ધર્મ કરાયો નહિ, કયા હેતુથી કરાયો નહિ ? એથી કહે છે – ઋદ્ધિ-રસ-શાતાના ગુરુપણાથી, ઋદ્ધિ શિષ્ય આદિની સંપદા, રસો મધુર આદિ, શાતા કોમળ શય્યા આદિથી પ્રાપ્ત કરી શકાતું સુખ, ઋદ્ધિ, રસ અને શાતા એ પ્રમાણે દ્વ સમાસ છે, તેઓ વડે=ઋદ્ધિ આદિ વડે, ગુરુ તેના આદરવાળો, તેનો ભાવ તત્વ તેનાથી મારા વડે ઘર્મ કરાયો નહિ અને મોહથી ઉપહતપણાથી આત્મા ચેતિત=વિજ્ઞાત, કરાયો નહિ જ. II૧૯રા