________________
૩૦૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૨-૧૯૩ ભાવાર્થ :
મંગુ આચાર્ય આત્મકલ્યાણ માટે પ્રવજ્યા ગ્રહણ કરીને બહુ શાસ્ત્રો ભણેલા, આમ છતાં મોહને વશ થઈને શિષ્ય આદિની સંપત્તિમાં તોષવાળા હતા, ઇન્દ્રિયોને અનુકૂળ મધુર સ્વાદમાં રસવાળા હતા, શાતાના અત્યંત અર્થી હતા, તેથી સાધુપણું નિષ્ફળ કરીને અસાર એવા વ્યંતરના ભવને પામ્યા અને ભવિતવ્યતાને યોગે તે મહાત્માને વ્યંતરના ભવમાં પૂર્વભવની પોતાની અનુચિત પ્રવૃત્તિનું સ્મરણ થયું, તેથી પોતાના પ્રમાદ માટે પશ્ચાત્તાપ કરે છે. વસ્તુતઃ આચાર્યના ભવમાં જાગૃત થયા નહિ, હવે તે સાધના દેવભવમાં થઈ શકે નહિ, તેથી પોતાના મોહઆપાદક પ્રચુર કર્મએ મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ કર્યો અને કર્મની કંઈક લઘુતાને કારણે દેવભવમાં માર્ગાનુસારી બુદ્ધિ થવાથી પશ્ચાત્તાપ થયો, તેથી તેમના દૃષ્ટાંતને ભાવન કરીને યોગ્ય જીવોએ વર્તમાનમાં વિષયોને પરવશ થવું જોઈએ નહિ. l/૧૯શા ગાથા -
ओसनविहारेणं, हा जह झीणम्मि आउए सब्वे । किं काहामि अहन्नो ?, संपइ सोयामि अप्पाणं ।।१९३।।
ગાથાર્થ -
હા શબ્દ દૈન્ય અર્થમાં છે, ઓસન્ન વિહારથી જે પ્રમાણે હું સ્થિત છું, સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે હું શું કરીશ? હમણાં કેવલ પોતાનો શોક કરું છું. ll૧૯all ટીકા :
अवमभग्नविहारेण शैथिल्यकालगमनेन, हाशब्दो दैन्ये, यथाऽहं स्थितः, तथैव क्षीणे आयुषि सर्वस्मिन् किं करिष्यामि अधन्यः ? सम्प्रत्यधुना शोचयाम्यात्मानं केवलमिति ।।१९३।। ટીકાર્ય :
સવમવિદ્યારે ... વમિતિ | અવસત્ર વિહારથી=શૈથિલ્યપૂર્વક કાલના ગમતથી, હું શબ્દ દૈવ્યમાં છે, જે પ્રમાણે હું રહેલો છું=અવસત્ર વિહારથી હું રહેલો છું, તે પ્રમાણે જ રહીશ, તો સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે અધવ્ય એવો હું શું કરીશ ? કેવલ આત્માનો શોક કરું છું. II૧૯૩ાા ભાવાર્થ :
કેટલાક મહાત્માઓ આત્મકલ્યાણના અર્થી હોય છે, છતાં સંયમ ગ્રહણ કર્યા પછી પણ મહાધૈર્યનો અભાવ હોવાથી શૈથિલ્યથી કાલગમન કરે છે, આમ છતાં અંતરંગ રીતે પોતાનો પ્રસાદ પશ્ચાત્તાપનો વિષય પણ થાય છે, તેથી વિચારે છે. આ રીતે શિથિલતાપૂર્વક સંયમજીવનના પાલનથી જો મારું આયુષ્ય પૂરું થશે તો અધન્ય એવો હું શું કરીશ ? અત્યારે હું કેવલ આત્માનો શોક કરું છું, પરંતુ પ્રમાદને દૂર કરવા સમર્થ થતો નથી, તેથી નક્કી અનર્થની પરંપરાને પ્રાપ્ત કરીશ. આ પ્રકારે પશ્ચાત્તાપ કરીને