________________
૩૧૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૬-૧૯૭
ભાવાર્થ:
સંસારી જીવો જે ભાવોથી કર્મ બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેનો કોઈને યથાર્થ બોધ થાય અને પોતાના કરેલા પાપનો પશ્ચાત્તાપ કરે, તો પાપ કંઈક અલ્પ થાય છે. તેનાથી તેનું પરિત્રાણ થાય છે, તોપણ તે પરિત્રાણ અલ્પ છે, જો તે મહાત્મા અત્યંત અપ્રમાદથી તપ-સંયમમાં ઉદ્યમ કરે તો તે પાપથી તેનું રક્ષણ થાય છે. જેમ અત્યંત ભારે પાપ કરીને પણ અર્જુન માળી આદિ તપ-સંયમમાં ઉદ્યમ કરીને દુર્ગતિના પાતથી પોતાનું રક્ષણ કરી શક્યા; કેમ કે તપ-સંયમથી વિરુદ્ધ સંસારી ભાવો છે અને તે ભાવો જ સંસારની સર્વ વિડંબનાનું કારણ છે અને તે ભાવોથી બંધાયેલું પાપ તપ-સંયમમાં યત્ન કરવાથી નાશ પામે છે. આથી જ સર્વ પાપોનું પ્રાયશ્ચિત્ત તપ પ્રવ્રજ્યા છે, જેનાથી થયેલાં પાપોનો નાશ થાય છે. પરંતુ જેઓ પાપ કર્યા પછી પશ્ચાત્તાપ કરે છે અને તપ-સંયમમાં ઉદ્યમ કરતા નથી, તેઓનું પરિત્રાણ અલ્પમાત્રામાં થાય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે
જેમ શ્રેણિક રાજાએ ધર્મની પ્રાપ્તિ પૂર્વે શિકાર આદિ પાપો કરેલા અને ધર્મની પ્રાપ્તિ પછી આત્મનિંદાદિ પ્રકારથી તે થયેલાં પાપોથી પરિતાપને પામેલા હતા, તોપણ નરકમાં ગયા. તેથી પાપનો પરિતાપ અલ્પમાત્રાવાળું ત્રાણ છે, તપ-સંયમ પ્રધાનરૂપે ત્રાણ છે. આનાથી એ ફલિત થયું કે પાપી જીવ પ્રમાદવશ સંસારકાર્યમાં ઉઘુક્ત રહે છે, એથી પશ્ચાત્તાપ થવા છતાં પણ સંસારકાર્યનો ત્યાગ કરી શકતો નથી. II૧૯૬ અવતરણિકા :
यथाऽयं दुःखैर्निर्विण्ण जीवस्तथाह
અવતરણિકાર્ય :
જે પ્રમાણે આ જીવ દુઃખોથી વિડંબના કરાયો. તે પ્રકારે કહે છે
ગાથા =
-
जीवेण जाणि उ विसज्जियाणि, जाईसएसु देहाई ।
थेवेहिं तओ सयलं पि, तिहुयणं होज्ज पडिहत्थं । । १९७ ।।
ગાથાર્થ:
જીવ વડે સેંકડો જન્મોમાં જે શરીરો વિસર્જન કરાયા, તેમાંથી થોડા વડે પણ સકલ પણ ત્રિભુવન પરિપૂર્ણ થાય. [૧૯૭૪
ટીકા –
'जीवेण जाणि उ विसज्जियाणि' त्ति विसर्जितानि प्राकृतशैल्या लिङ्गव्यत्ययः, ये विसृष्टास्त्यक्ताः तुशब्दात् त्यक्ष्यन्ते चाऽकृतपुण्येन जातिशतेषु देहाः कायाः स्तोकैस्ततः स्वल्पैस्तेभ्यो