________________
૩૧૩
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૭–૧૯૮
मध्यादनन्तभागमात्रैः, किं ? सकलमपि त्रिभुवनं भवेत् 'पडिहत्थं' ति परिपूर्णं, तथापि नास्य
તોષ કૃતિ ।।૨૭।।
ટીકાર્ય :
*****
जीवेण • કૃતિ ।। જીવ વડે જે વિસર્જન કરાયા, વિનિતાનિ એ નપુંસક લિંગ પ્રાકૃત શૈલીથી લિંગનો વ્યત્યય છે=પુંલ્લિંગને બદલે નપુંસકલિંગ છે, જે ત્યાગ કરાયા અને ગાથામાં તુ શબ્દથી ત્યાગ કરાશે,
કેવા જીવ વડે ? એથી કહે છે
નહિ કરાયેલા પુણ્યવાળા જીવ વડે ત્યાગ કરાયા,
કેવી રીતે ત્યાગ કરાયા ? એથી કહે છે .
—
—
સેંકડો જન્મ હોતે છતે ત્યાગ કરાયા, તેમાંથી થોડા વડે=તેઓમાંથી અનંત ભાગમાત્ર એવા થોડા વડે, શું એથી કહે છે · સકલ પણ ત્રિભુવન પરિપૂર્ણ થાય, તોપણ આને=જીવને, તોષ નથી દેહની પ્રાપ્તિમાં નિર્વેદ થતો નથી. ।।૧૯૭।।
ભાવાર્થ :
કલ્યાણના અર્થી જીવે ગંભીરતાપૂર્વક ભાવન કરવું જોઈએ કે પોતાના આત્માએ સેંકડો જન્મોમાં જે શરીરો ત્યાગ કર્યાં છે, તે સર્વનો અનંતમો ભાગ પણ ગ્રહણ કરવામાં આવે તો આખું ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્ર ભરાઈ જાય. તેથી આ દેહની વિડંબનાથી જીવને ખેદ થતો નથી, તે પ્રમાદનું બીજ છે, જ્યારે વિચારકને તો આ પ્રકારે અનંતાં શરીરોના ત્યાગનું સ્મરણ થાય તો અવશ્ય શરીરોની પ્રાપ્તિના ઉચ્છેદના કારણીભૂત તપ-સંયમમાં અપ્રમાદ ઉલ્લસિત થાય, પરંતુ મોહથી મૂઢ જીવ સંસારના વાસ્તવિક સ્વરૂપનું તે રીતે ભાવન કરીને સંસારના પરિભ્રમણના દુઃખોથી નિર્વેદ પામતો નથી અને પ્રમાદને વશ પ્રાપ્ત થયેલા દેહ સંબંધી સંસારના કાર્યમાં ઉદ્યમશીલ રહે છે, સંસારની આ વિષમતા છે. I|૧૯૭॥ અવતરણિકા :~િ
અવતરણિકાર્થ :
વળી સંસારી જીવો દુ:ખથી વિડંબના કરાયા, તેને સ્પષ્ટ કરવા માટે બ્ધિથી બતાવે છે
ગાથા :
नहदंतमंसकेसऽट्ठिएसु जीवेण विप्पमुक्केसु ।
तेसु वि हवेज्ज कइलासमेरुगिरिसन्निभा कूडा ।।१९८।।