________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૫-૧૯૬
૩૧૧ છે, આથી સંયમ ગ્રહણ કરીને પણ માત્ર બાહ્ય માન-ખ્યાતિ આદિ કૃત્યોમાં પોતાના જન્મને નિષ્ફળ પ્રાયઃ કરે છે અને પ્રાપ્ત થયેલાં સુખોમાં તૃપ્ત થતા નથી અને મોક્ષના કારણભૂત આત્માની નિરાકુળ અવસ્થામાં યત્ન કરવામાં અત્યંત ઉપેક્ષાવાળા છે, તેવા સાધુઓ કે શ્રાવકો પ્રાયઃ મનુષ્યભવ નિષ્ફળ કરે છે. આ રીતે ભાવન કરીને પણ મહાત્મા પોતાના પ્રમાદ સ્વભાવને દૂર કરવા યત્ન કરે છે. ll૧લ્પા અવતરણિકા :તથાદિ
અવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=ગાથા-૧૯૫માં બતાવ્યું કે આ જીવ પ્રમાદવશ છે, તેથી સંસારના કાર્યમાં ઉઘુક્ત છે, તેના કારણે દુઃખથી નિર્વેદ પામતો નથી અને સુખોથી પરિતોષ પામતો નથી, તે સર્વને ક્રમસર બતાવવા માટે તથાદિથી કહે છે – ગાથા :
परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ ।
सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ।।१९६।। ગાથાર્થ :
પરિતાપથી અત્યંત થોડો આધાર છે–પરિત્રાણ છે, જો ધન તપ-સંયમમાં ઉધમ ન કરે તો, તેને=પાપને, તે પ્રકારે પરિતપન કરતા શ્રેણિક રાજા નરકમાં ગયા. ll૧૯૬ll ટીકા :
परितप्तेनेति निन्दागर्हारूपश्चित्तखेदः परितप्तं पश्चात्ताप इति भावः, तेन तनुको लघीयान् साधारः परित्राणं यदि घनं गाढमप्रमत्ततया तपःसंयमयोर्नोद्यच्छति न यतते, अत्रार्थे साधर्म्यदृष्टान्तमाहश्रेणिकराजस्तत् तथा आत्मनिन्दनादिप्रकारेण परितप्यमानोऽपि गतः सीमन्ताख्यं नरकमिति, कथानकं प्राक् कथितम् ।।१९६।। ટીકાર્ય :
પરિવર્તનતિ » વથિત પરિતપ્તથી–નિંદા-ગહ આદિ રૂપ ચિત્તનો ખેદ પરિતપ્ત છે અર્થાત્ પશ્ચાત્તાપ છે તેનાથી, તબુક અત્યંત થોડો સાધાર=પરિત્રાણ છે. જો ધન=ગાઢ, અપ્રમાદપણાથી તપ-સંયમમાં યત્ન ન કરે, આ અર્થમાં=પાપનો પશ્ચાતાપ થવા છતાં તપ-સંયમમાં ઉધમ ન કરે તો તે પશ્ચાતાપ અલ્પપ્રમાણ આધાર છે. એ અર્થમાં સાધર્મ દાંતને કહે છે – શ્રેણિક રાજા તેને=કરેલા પાપને, તે પ્રકારે=આત્મલિંદાદિ પ્રકારે, પરિતપન કરતા પણ સીમસ્તક નામના નરકાવાસમાં ગયા. કથાનક પૂર્વમાં કહેવાયેલું છે. ૧૯૬u