________________
૩૧૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૪–૧૯૫
ઉચ્છેદ સંભવતો નથી, તેથી મારે અવશ્ય એકેન્દ્રિયાદિ ભવોમાં જવું પડશે, આ પ્રકારે અત્યંત ભાવન કરીને અવસન્ન વિહારવાળા પણ સાધુ પ્રમાદથી આત્માનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે અને જિનમતની દુર્લભતાનું ભાવન કરીને આત્માનું રક્ષણ કરવા માટે આ રીતે ભાવન કરીને બળસંચય કરવા યત્ન કરે છે. II૧૯૪
અવતરણિકા :
अन्यच्च
અવતરણિકાર્ય :
અને પ્રમાદી સાધુ બીજું શું ભાવન કરે છે ? તે બતાવે છે
11211 :
-
पावो पमायवसओ, जीवो संसारकज्जज्जुतो । दुक्खेहिं न निव्विण्णो, सोक्खेहिं न चेव परितुट्ठो । । १९५ ।।
ગાથાર્થ ઃ
પાપી પ્રમાદને વશ થયેલો જીવ સંસારના કાર્યમાં ઉધમવાળો દુ:ખોથી નિર્વેદ નહિ પામેલો, સુખોથી પરિતોષ નહિ પામેલો જ સંસારમાં ભમે છે, એમ સંબંધ છે. II૧૯૫
ટીકા ઃ
पापः प्रमादवशकः कषायाद्यायत्तो जीवः संसारकार्योद्युक्तो भवनिबन्धनानुष्ठाननिरतो, मकारस्यागमिकत्वात् दुःखैर्न निर्विण्णः पुनः पुनस्तद्धेतुषु प्रवृत्तेः, सौख्यैर्न च नैव परितुष्टस्तत्प्राप्तावपि तत्तर्षातिरेकानिवृत्तेः, चशब्दान्मोक्षहेतुविमुखश्चेति । । १९५ ।।
ટીકાર્ય ઃ
પાપઃ વિમુદ્યુમ્ચતિ ।। પાપી પ્રમાદને વશ કરાયેલો=કષાય આધીન જીવ, સંસારના કાર્યમાં ઉઘુક્ત=ભવના કારણભૂત અનુષ્ઠાનમાં નિરત, દુઃખોથી નિર્વેદ નહિ પામેલો; કેમ કે ફરી ફરી દુઃખના હેતુઓમાં પ્રવૃત્તિ છે અને સુખોથી પરિતોષ પામેલો નહિ જ; કેમ કે તેની પ્રાપ્તિ હોતે છતે પણ તેની તૃષાના અતિરેકની અનિવૃત્તિ છે, ચ શબ્દથી મોક્ષના હેતુથી વિમુખ છે. ।।૧૯૫ ભાવાર્થ:
જે જીવો પાપમાં નિરત છે, કષાયાદિ પ્રમાદને આધીન છે, સંસારનાં કૃત્યોમાં ઉઘુક્ત છે, તેઓ સંસારના પરિભ્રમણનાં દુઃખોથી નિર્વેદને પામ્યા નથી. આથી ફરી ફરી સંસારના પરિભ્રમણના હેતુઓમાં પ્રવૃત્તિ કરે છે અને સંસારનાં સુખોથી તૃપ્તિ પામ્યા નથી; કેમ કે તેઓની સંસારનાં સુખોની તૃષા વધ્યા કરે