________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-ઉ૪
૧૧૫
आपतितश्चासौ प्रेरितश्च स चासौ आमन्त्रितश्चेति समासः । अपिशब्दः क्वचित्त्रयस्यापि सम्भावनार्थः । यद्येवंविधोऽपि, आस्तामन्यादृशः, न करोत्यकार्यं नाचरत्यब्रह्म, सामान्येन आगमनिषिद्धं वा, ततः पठितादिकं सफलं नान्यथेति ॥६४।। ટીકાર્ય :
રૂપિ. ના થેતિ અહીં પણ=પ્રસ્તુત ગાથામાં, અનેક વખત તતઃ એ પ્રકારનું અભિયાન આદરના ખ્યાપન માટે છે=જો અકાર્ય ન કરે તો તે અકાર્યના અસેવનના આદરતા વ્યાપન માટે છે અથવા ઉક્તના વ્યતિરેકમાં=અકાર્યતા સેવનરૂપ પ્રસંગમાં, અસૂયાના સૂચન માટે વારંવાર તતઃ શબ્દ છે અને તે રીતે પુનરુક્ત નથી અને કહેવાયું છે –
અનુવાદ, આદર, વસાભુશા અર્થમાં, વિનિયોગ, હેતુ, અસૂયા, ઇષ સંભ્રમ, વિષય, ગણના, અસ્મરણમાં અપુનરુક્ત છે.
એ રીતેaઉદ્ધરણમાં બતાવ્યું એ રીતે, અન્યત્ર પણ જાણવું, પઠન=પઠિત, ભાવ અર્થમાં જે પ્રત્યય છે તો સૂત્રનું ગ્રહણ તત્વથી સફળ છે, જો અકાર્ય ન કરે એ પ્રમાણે સંબંધ છે, એ રીતે ગુણિત તેનું જ પરાવર્તન, મુણિત=અર્થનું જ્ઞાન અથવા કર્મણિ પ્રયોગમાં # પ્રત્યય છે. એથી પતિ ગુણિત પુનિત એવું સૂત્ર છે, એ પ્રમાણે સૂત્ર શબ્દ અધ્યાહાર છે અને તે પ્રકારે આત્મા છે=પતિ અતિ મુતિ સૂત્રવાળો આત્મા છે, તેથી તિત છે, સમુચ્ચયાર્થવાળા ચ શબ્દનો વ્યવહિત સંબંધ હોવાથી યથાવત્ પ્રત્યભિજ્ઞાત છે–તે પ્રકારે ચેતિત આત્મા છે, જો આપતિત=પ્રતિ પ્રવેશિત દુઃશીલતા સંસર્ગને પામેલો, પ્રેરિત–પાપમિત્રો વડે અકાર્યકરણ દ્વારા ચોદિત, આમંત્રિત=સ્ત્રી આદિ વડે અભ્યર્થિત, આપતિત એવો આ પ્રેરિત અને તે આ આમંત્રિત એ પ્રકારે સમાસ છે, પિ શબ્દ
ક્વચિત્ ત્રણેની પણ સંભાવનાવાળો છે=ભાપતિત આદિ ત્રણેની સંભાવનાવાળો છે, જો આવા પ્રકારનો પણ અભ્યાશ=આપતિત આદિ ન હોય તેવો તો દૂર રહો, આવા પ્રકારનો પણ, અકાર્ય ન કરે=અબ્રહ્મનું, આચરણ ન કરે અથવા સામાન્યથી આગમ નિષિદ્ધ ન કરે, તો પઠિતાદિક સફળ છે, અન્યથા નહિ. li૬૪ll ભાવાર્થ :
શાસ્ત્રનું પઠન, ગણન, મુણન આત્માને તત્ત્વથી ભાવન કરવા માટે છે અને જેઓ તે સર્વ ક્રિયા કરવા છતાં તે શાસ્ત્રોના વચનથી તે પ્રકારે ભાવિત થાય નહિ, તો તે પઠનાદિ ક્રિયા વિદ્યમાન હોવા છતાં આત્માની વિકારી પ્રકૃતિ શાંત થાય નહિ, તેથી જે મહાત્માને કોઈક નિમિત્તે અકાર્ય સેવવાનો પ્રસંગ આવી પડ્યો હોય, કોઈએ તે પ્રકારે કરવા પ્રેરણા કરી હોય કે સ્ત્રી આદિએ અકાર્ય કરવા અભ્યર્થના કરી હોય, છતાં જેનું ચિત્ત અકાર્યમાં જતું નથી અથવા સામાન્યથી આગમ નિષિદ્ધ હોય તેવું કોઈ અકાર્ય કરવા તત્પર થતા નથી, તેના જ પઠનાદિ સફળ છે; કેમ કે વીતરાગના વચનરૂપ સૂત્રો આત્માને વીતરાગભાવથી ભાવિત કરે છે, તેથી જે મહાત્માઓ સૂત્રોના પઠનાદિ દ્વારા સૂત્રના તાત્પર્યને સ્પર્શ