________________
૧પ૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮ दृष्टं ? कथं वा लभ्यत' इति । सूरिराह-'आगमदृष्ट्या दृष्टं, लभ्यते तु मोक्षार्थं प्रवृत्तैरनुषङ्गेण । स प्राह-'प्रतिपना मया भवतो भगवदनुभावात्प्रव्रज्या अनशनं च, कुरु तदनुज्ञयानुग्रहमिति ।' ततो ज्ञानावलोकेन विज्ञायानिर्वर्तकं निर्बन्धमाराधकत्वं च दत्तं द्रव्यलिङ्गं प्रत्याख्यानं चाचार्यः । ततो निर्गत्यानुचितभूमिगमनतयातिसुकुमारत्वात्क्षरद्रुधिरचरणो गतो विविक्तस्थण्डिलम् । तद्गन्धानुसारानुगतया खादितुमारब्धः सनिजबालकदम्बकया शिवया । तथाप्यविचलितसत्त्वः समाधिना विहाय देहपञ्जरमुत्पन्नस्तत्रैव विमान इति ।
तथा चाहઅવતરણિકાળું:કયા કારણથી આમના વડે શાલિભદ્ર વડે, આ પ્રકારે શરીર શોષિત કરાયું ? ઉત્તર અપાય છે – ધર્મ માટે. અથવા શાલિભદ્રએ ધર્મ માટે શરીર શોષવ્યું એ અલ્પ કહેવાય છે ? અવ્ય તેના માટે=ધર્મ માટે, આત્માને પણ શરીરને પણ, ત્યાગ કરે છે, એમાં કથાનક છે –
ઉજ્જયિનીમાં રાત્રિને વિષે નલિની ગુલ્મ વિમાનના વર્ણનથી રચાયેલા અધ્યયનનું પરાવર્તન કરતા, ભદ્રા શ્રાવિકાની યાનશાલામાં રહેલા સુહસ્તિસૂરિ મહારાજને સાંભળીને થયેલા જાતિસ્મરણવાળા તે વિમાનથી યુતપણું હોવાથી થયેલા સુક્વવાળા ભદ્રાના પુત્ર અવંતિસુકુમારે ઉપરના પ્રાસાદતલથી ઊતરીને આચાર્ય પાસે જઈને તેઓને પૂછયું – ભગવન્! આપના વડે આ કેવી રીતે જોવાયું? અથવા કેવી રીતે પ્રાપ્ત કરાય છે ?સૂરિ મહારાજ કહે છે – આગમદષ્ટિથી જોવાયું, વળી મોક્ષ માટે પ્રવૃત્ત થયેલા વડે પ્રસંગથી પ્રાપ્ત કરાય છે, તે કહે છે, મારા વડે ભગવાનના પ્રભાવથી ભાવથી પ્રવજ્યા અને અનશન સ્વીકારાયાં, તેની અનુજ્ઞા વડે અનુગ્રહને કરો, તેથી જ્ઞાનપ્રકાશ વડે અનિર્વર્તક આગ્રહને અને આરાધકપણાને જાણીને આચાર્ય વડે દ્રવ્યલિંગ અને પ્રત્યાખ્યાન અપાયું, ત્યાંથી નીકળીને અનુચિત ભૂમિમાં ગમનપણાથી અતિ સુકુમારપણું હોવાથી ઝરતું રુધિર છે ચરણમાંથી જેને, એવા તે મુનિ એકાંત નિર્જીવ ભૂમિમાં ગયા, તેથી તેની ગંધના અનુસારથી આવેલી પોતાનાં બચ્ચાંઓના સમૂહથી સહિત એવી શિયાળણી વડે ખાવાને માટે આરંભ કરાયો, તોપણ અવિચલિત સત્ત્વવાળા મુનિ સમાધિથી દેહપંજરને છોડીને તે જ વિમાનમાં ઉત્પન્ન થયા અને તે પ્રમાણે કહે છે –
ગાથા :
दुक्करमुद्घोसकरं, अवंतिसुकुमालमहरिसीचरियं । अप्पा वि नाम तह तज्जइ त्ति अच्छेरयं एयं ।।८।।
ગાથાર્થ -
દુષ્કર એવું અવંતિસુકમાર મહર્ષિનું ચરિત્ર રોમના હર્ષનું જનક છે, ખરેખર આત્મા પણ તે પ્રકારે ત્યાગ કરાય છે એ આશ્ચર્ય છે. ll૮૮II