________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૭
ગાથાર્થ :
કાર્ય, રુદન, શૃંગારભાવ, ભય, જીવિતના અંતકરણ વડે સાધુ મરે છે અર્થાત્ મૃત્યુનો સ્વીકાર કરે છે, પણ પોતાના નિયમની વિરાધના કરતા નથી. ૧૦૭ા ટીકા -
कारुण्यादिभिर्न च नैव निजनियममात्मीयव्रतं विराधयन्ति खण्डयन्ति साधव इति सम्बन्धः । तत्र कारुण्यं करुणाभावः, रुदितं स्वजनादिविप्रलपितं, शृंगारभावाः कामोत्कोचकारिणो योषिदादिबिब्बोकाः, भयं राजादेस्त्रासः, जीवितान्तकरणं प्राणप्रहाणसम्पादनं, कारुण्यं च रुदितं चेत्यादि द्वन्द्वः तैरनुकूलप्रतिकूलोपसर्गर्हेतुभूतैरपीत्यर्थः । अपि चेत्यभ्युच्चये, म्रियन्ते त्यजन्ति प्राणान्, न च नैव निजनियमं विराधयन्तीति ।।१०७।। ટીકાર્ય :
રુષમિર્ન ... વિરાથીતિ કારુણ્ય આદિ વડે નિજનિયમની આત્મીય વ્રતની, સાધુઓ વિરાધના કરતા નથી=ખંડન કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે, ત્યાં કારુણ્ય કરુણાભાવ છે. રુદિત સ્વજનાદિથી વિપ્રલપિત છે, શૃંગાર ભાવો=કામના ઉકેકને કરનારા સ્ત્રી આદિના ચાળાઓ, ભય= રાજા આદિથી ત્રાસ, જીવિતનું અંતકરણ=પ્રાણત્યાગનું સંપાદન, કારુણ્ય અને રુદિત ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગના હેતુભૂત એવા તેઓ વડે પણ=કારુણ્યાદિ વડે પોતાના વ્રતની વિરાધના કરતા નથી, એમ અવય છે. ગપ એ અમ્યુચ્ચયમાં છે, પરંતુ પ્રાણોનો ત્યાગ કરે છે, નિજ નિયમની વિરાધના કરતા નથી જ. I૧૦૭ ભાવાર્થ :
સુસાધુ સંસારના ઉચ્છેદના અર્થી છે, તેથી પ્રાણના ભોગે પણ પોતાની લીધેલી પ્રતિજ્ઞાનું સમ્યગુ પાલન કરે છે. કથંચિત્ ભાવની વૃદ્ધિમાં વિઘ્ન થતું હોય તો અપવાદ સેવીને પણ શમભાવની વૃદ્ધિમાં યત્ન કરે છે, આથી હિંસક પ્રાણીથી મૃત્યુનો ભય હોય ત્યારે સમભાવની વૃદ્ધિ થાય તેમ હોય તો મૃત્યુને સ્વીકારે છે અને સમભાવની વૃદ્ધિ અશક્ય જણાય ત્યારે બાહ્ય વિરાધના કરીને વૃક્ષ આદિનો આશ્રય કરે છે, તોપણ મારે શમભાવની વૃદ્ધિમાં અપ્રમાદથી યત્ન કરવો છે, એ રૂપ પોતાના વ્રતની વિરાધના કરતા નથી એવા મહાત્મા કોઈને કરુણાને વશ થઈને પોતાના વ્રતથી વિપરીત પ્રવૃત્તિ કરતા નથી. જેમ ભાષાસમિતિ વિષયક આપેલ દૃષ્ટાંત અનુસાર કોઈ મહાત્મા માતા-પિતાને બોધ કરાવવા જતા હતા, માર્ગમાં ભીલની પલ્લી આવી, સાધુ પાસે ધન હશે તેમ માનીને ભીલે તેમને પલ્લીમાં રાખેલ. કેટલાક સમય પછી તેમને છોડી દીધેલા, ત્યારપછી મહાત્મા માતા-પિતાને બોધ આપવા માટે આગળ જાય છે, ત્યારે તેઓ જાન લઈને આવતા સન્મુખ મળે છે, છતાં તેઓ પ્રત્યે કરુણાનો ભાવ કરી કહેતા નથી, આગળ પલ્લી છે, પરંતુ પોતાના વ્રતની મર્યાદાનુસાર સર્વ વિકલ્પથી પર પોતાના ચિત્તને પોતાના નિયમ