________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫-૧૦૬
૧૭૯ હરણ કઈ દિશામાં ગયું છે, ત્યારે જીવરક્ષા માટે મૃષાવાદ કરે, ત્યારે પણ અન્ય જીવના હિતની ચિંતાથી તે પ્રકારનું વચન બોલે છે. પરંતુ પોતાના સ્વાર્થ ખાતર કે નિર્વિચારકતાથી બોલતા નથી, આથી કાલિકાચાર્યને દત્ત નામના મંત્રીએ પૂછ્યું કે મારા યજ્ઞનું ફળ શું ? ત્યારે પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર સત્ય વચન કહ્યું, પણ દત્ત મંત્રીના અસત્ય વચનની પુષ્ટિ થાય તેવું કહ્યું નહિ. એથી એ ફલિત થાય કે જો ગુરુ કહે કે યજ્ઞ સુંદર છે, તો તેમના વચનથી તે યજ્ઞના પાપની અનુમોદના થાય. નિઃશુકતાથી યજ્ઞની પ્રવૃત્તિ થાય, તે સર્વના નિવારણ માટે કાલિકાચાર્યે અહિંસાથી સાધ્ય ધર્મ છે, હિંસા કુગતિનો હેતુ છે, તેમ કહીને યજ્ઞનું ફળ નરકપાત છે, એમ સ્પષ્ટ કહ્યું. આ રીતે તે મહાત્માએ પોતાના અસત્ય વચનથી અધર્મની પુષ્ટિ ન થાય તેવો યત્ન કર્યો. II૧૦પા અવતરણિકા :
यस्त्वन्यथा कथयेत्तद्दोषं दृष्टान्तेनाहઅવતરણિકાર્ય -
જે વળી અન્યથા કહે=વિપરીત વચન કહે, તેના દોષને દષ્ટાંત દ્વારા કહે છે –
ગાથા :
फुडपागडमकहेंतो, जट्ठियं बोहिलाभमुवहणइ ।
जह भगवओ विसालो, जरमरणमहोयही आसि ।।१०६।। ગાથાર્થ :
યથાસ્થિત સ્પષ્ટ અને પ્રગટ ધર્મને નહિ કહેતો બોધિલાભને હણે છે. જે પ્રમાણે ભગવાનનો વિશાલ જરામરણ મહોદધિ થયો. ll૧૦૬ ટીકા :
स्फुटं व्यक्तं वर्णः, प्रकटमनिगूढार्थतया, स्फुटं च तत्प्रकटं चेति समासः, तमकथयन् यथावस्थितं धर्ममिति गम्यते, किं ? बोधिलाभं प्रेत्य जिनधर्मप्राप्तिरूपमुपहन्ति नाशयति, किंवत् ? यथा भगवतो वीरस्य विशालो विस्तीर्णो, जरामरणे एव बहुत्वान्महोदधिर्जरामरणमहोदधिः स आसीत् ।
तथाहि-ऋषभदेवपौत्रेण मरीचिना सता प्रव्रज्याभग्नतया कल्पितत्रिदण्ड्यात्मवेषेण ग्लानावस्थायामसंयततया साधुभिरप्रतिचरितत्वात् करोमि किञ्चित्सहायमित्यभिप्रायेण धर्मोपस्थितं कपिलं प्रति यदुक्तं-कपिल ! इहापि अत्रापि इति मत्सम्बन्धिनि साधुसम्बन्धिनि चानुष्ठाने धर्मोऽस्तीत्यर्थः, तन्माहात्म्यादसौ नष्टबोधिः संसारे सागरोपमकोटाकोटी भ्रान्तः पश्चाद् वर्धमानस्वामिभावेनोत्पन्न इति । तदेष भाविभवभ्रमणत्वाद् व्रतादचालीत्, अन्ये तु न चलन्त्येवेति ।।१०६।।