________________
૨૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૯-૧૪૦ ઘાયલ થવા રૂપે પ્રાપ્ત કરીને, શરની ઉત્પત્તિને ક્યાંથી આ આવ્યું છે, એ પ્રમાણે વિશેષથી જુએ છે. ૧૩૯ ભાવાર્થ :
કૂતરા ઉપર કોઈ પત્થર નાખે તો તે ગુસ્સાથી પત્થરને ખાવા માટે યત્ન કરે છે, જ્યારે સિંહ ઉપર કોઈ બાણ છોડે તો તે સિંહ તે બાણના ઉત્પત્તિસ્થાનની ગવેષણા કરે છે, તેમ સિંહ જેવી વિવેક દૃષ્ટિવાળા સાધુઓ કોઈ આક્રોશ કરે તો તે આક્રોશવચનરૂપ પત્થરનો પ્રતિકાર કરવા યત્ન કરતા નથી, પરંતુ આક્રોશનું મૂળ કારણ પોતાનું તેવા પ્રકારનું કર્મ છે, તેના કારણે આ આક્રોશ કરે છે, તેમ જાણીને તે કર્મને નિષ્ફળ કરવા અર્થાત્ નાશ કરવા શમભાવમાં યત્ન કરે છે. જેમ સિંહ બાણ મારનાર ઉપર તરાપ મારીને બાણ મારનારનો નાશ કરે છે, તેમ પોતાના ઉપર થનાર આક્રોશનું મૂળ બીજભૂત પોતાના ભૂતકાળમાં કરાયેલાં કર્યો છે, તેમ જાણીને સુસાધુ ક્ષમા દ્વારા પોતાનાં કર્મોને નિષ્ફળ કરે છે. જેમ વિર ભગવાનના કાનમાં ગોવાળિયાએ ખીલા ઠોક્યા તોપણ વિર ભગવાન તેના પ્રત્યે કોપ કરતા નથી, પરંતુ પૂર્વનાં બંધાયેલાં પોતાનાં તે પ્રકારનાં ઉપસર્ગજનક કર્મોનો નાશ કરવા શમભાવમાં યત્ન કરે છે, તેથી ઉપસર્ગ સહવા રૂ૫ અંતરંગ પ્રયત્નથી શમભાવના પ્રતિબંધક કર્મો નાશ પામે છે. ll૧૩૯II અવતરણિકા:
तथा अविवेकी केनचित्कदर्यमाणः श्ववत्प्रस्तरे तदपकाराय यतते, विवेकी तु मृगारिवन्मूलोत्थानमन्वेषयनेवं भावयतिઅવતરણિતાર્થ -
અને કોઈકથી કદર્થના કરાતો અવિવેકી કૂતરો જેમ પત્થરમાં તેમ તેના અપકાર માટે યત્ન કરે છે. વળી વિવેકી સિંહની જેમ મૂળની ઉત્પત્તિનું અન્વેષણ કરતો આ પ્રમાણે ભાવન કરે છે –
ગાથા -
तह पुब् िकिं न कयं, न बाहए जेण मे समत्थोवि ।
इण्हि किं कस्स व कुप्पिमो त्ति धीरा अणुप्पेच्छा ।।१४०।। ગાથાર્થ :
તે પ્રકારે પૂર્વમાં શું નથી કરાયું? જેના વડે=જે કુશલ કર્મ વડે, સમર્થ એવો પણ મને પીડા ન કરે? હમણાં કેમ અથવા કોની ઉપર કોપ કરીએ? એ પ્રમાણે વિચારીને ઘીર પુરુષો અવિહ્વળ થાય છે. II૧૪૦I