________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૫–૧૪૬
૨૩૫
આવે તો સ્નેહનાં બંધનો જલ્દી તૂટે છે. તેથી વિવેકી મહાત્મા વિચારે છે કે કોઈ માતાને પોતાની મતિથી વિકલ્પિત સુખના ઉપાયની પ્રાપ્તિ કરવી હોય અને તેનો પુત્ર વિઘ્નભૂત થાય તો તે માતા પુત્રનો પણ નાશ કરવા તત્પર થાય છે. જેમ ચુલની માતા બ્રહ્મદત્ત પુત્રનો નાશ કરવા તત્પર થઈ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિચારે કે ‘સંસારી જીવો માટે કંઈ અસંભવિત નથી, વર્તમાનમાં જે માતા મારા પ્રત્યે અત્યંત સ્નેહ ધારણ કરે છે, તે જ માતા કોઈક નિમિત્તથી તેના કલ્પિત સુખમાં હું વિઘ્નભૂત થાઉં તો મારો નાશ કરવા પણ તત્પર થાય, માટે આવા અસાર સ્નેહથી સર્યું,' તેમ ભાવન કરીને માતાના સ્નેહના પ્રતિબંધને દૂર કરવા યત્ન કરે તો તે મહાત્મા સંયમમાં સુખપૂર્વક યત્ન કરી શકે છે. ૧૪૫ા
અવતરણિકા :
पितृद्वारमधिकृत्याह –
અવતરણિકાર્થ :
પિતૃદ્વારને આશ્રયીને કહે છે
ગાથાઃ
सव्वंगोवंगविगत्तणाओ, जगडणविहेडणाओ य ।
कासी य रज्जतिसिओ, पुत्ताण पिया कणयकेऊ ।। १४६ ।।
ગાથાર્થ ઃ
રાજ્યને માટે તરસ્યા થયેલા પિતા કનકેતુએ પુત્રોનાં સર્વ અંગોપાંગની વિકર્તના કદર્થનાવિબાધાને કરી. II૧૪૬II
ટીકા ઃ
सर्वाङ्गोपाङ्गविकर्तनाः समस्तावयवच्छेदनाः, जगडनविहेठनाश्च कदर्थनविबाधाश्च अकार्षीत् कृतवान्, चशब्दात्कारितवांश्च । राज्यतृषितो वर्धमाना ममैते राज्यं हरिष्यन्तीत्यभिप्रायेणेत्यर्थः पुत्राणां पिता कनककेतुर्नाम राजा ।
स हि विविधयातनाभिर्जातान् जातान् स्वसुतान् मारितवान् । पश्चात्तेतलिमन्त्रिणा महादेव्या दारिका जाता सा च मृतेतिव्याजेन कनकध्वजस्तत्सुतः स्वगृहे निधाय रक्षितः, स तस्मिन् मृते राज्येऽभिषिक्त इति । । १४६ ।।
ટીકાર્ય ઃ
सर्वाङ्गोपाङ्ग કૃતિ ।। પુત્રોના અંગ-ઉપાંગની વિકર્તના=સમસ્ત અવયવતી છેદના અને કદર્થના અને વિબાધાને કરી અને ચ શબ્દથી કરાવી,