________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૮–૧૬૯, ૧૭૦ વચનાનુસાર સન્માર્ગનું સ્થાપન કરતા ન હોય, કદાચ તે ગુસ્સાના સ્વભાવવાળા હોય કે ન હોય અને શિષ્યોની બાહ્ય ચિંતા કરતા હોય કે ન કરતા હોય, એટલું જ નહિ પણ અંગારમર્દક આચાર્યની જેમ શાસ્ત્રમાં નિપુણ હોય અને શિષ્યોને શાસ્ત્ર ભણાવી સંપન્ન કર્યા હોય અથવા જમાલી જેવા ભગવાનની આજ્ઞાના વિરાધક હોય તેવા ગુરુનો યોગ્ય શિષ્યોએ ત્યાગ કરવો જોઈએ; કેમ કે કુગુરુની સેવાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, જ્યારે ચંડરુદ્રાચાર્ય તો ગુરુના અનેક ગુણોથી કલિત હતા, માત્ર પુરુષ સ્વભાવ હતો, તેથી શિષ્યોની કોઈ અનુચિત પ્રવૃત્તિ જોઈને કુપિત થતા હતા, તોપણ શુદ્ધ માર્ગના પક્ષપાતી સ્વપરના કલ્યાણના અર્થી એવા સુગુરુ હતા, તેમનો વિનય કરવો જોઈએ અને તેવા સુગુરુમાં ક્વચિત્ કોઈ દોષ દેખાય તોપણ તેમનો વિનય ક૨વો જોઈએ. પરંતુ ભગવાનના માર્ગથી વિપરીત રુચિવાળા અયોગ્ય ગુરુનો તો ત્યાગ જ ક૨વો જોઈએ, જેમ અંગારજીવવધક ગુરુનો તેમના શિષ્યોએ ત્યાગ કર્યો અને તે કુગુરુ ઉગ્ર ભવસમુદ્રમાં ભટકતા ઊંટનો અવતાર પામે છે અને તેમના પાંચસો શિષ્યો સંયમ પામીને દેવલોકમાંથી ચ્યવીને રાજા થાય છે અને સ્વયંવરમાં તેમના પુરાતન શિષ્ય એવા રાજાઓએ પોતાના ગુરુરૂપ ઊંટને ભારથી ભરાયેલો જોયો, તેનાથી સંવેગ પામીને તેઓએ સંયમ ગ્રહણ કર્યું. II૧૬૮–૧૬૯લા
૨૦૬
અવતરણિકા :
ननु कथमयामाचार्यपदप्राप्तोऽप्वेवंविधक्लिष्टपरिणामोऽभूत् ?, उच्यते - भवाभिनन्दित्वात्,
अत आह
અવતરણિકાર્થ :
આ=અંગારમર્દક, કેવી રીતે આચાર્યપદને પામેલા પણ આવા પ્રકારના ક્લિષ્ટ પરિણામવાળા થયા ? ઉત્તર અપાય છે ભવાભિનંદીપણું હોવાથી, જે કારણથી કહે છે
ગાથા:
-
-
संसारवंचणा न वि, गणंति संसारसूयरा जीवा ।
सुमिणगएण वि केई, बुज्झति पुप्फचूला व्व ।।१७० ।।
ગાથાર્થ ઃ
સંસારથૂકર જીવો સંસારમાં વંચનાઓને પણ ગણતા નથી, કેટલાક સ્વપ્નના જ્ઞાનથી પણ પુષ્પચૂલાની જેમ બોધ પામે છે. II૧૭૦II
ટીકા ઃ
संसारे भवे वञ्चनाः स्वल्पविषयसुखगृद्धानां नरकादियातनास्थानप्राप्त्या विप्रलम्भनास्ताः नापि नैव गणयन्त्याकलयन्ति संसारशूकरा भवगर्त्तकोलकल्पा जीवाः गुरुकर्मकाः प्राणिनः किं सर्वेऽपि ? नेत्याह स्वप्नगतेनापि गमेर्ज्ञानार्थत्वात् निद्रानिमित्तज्ञानेनाप्यास्तां जाग्रदवस्थाधर्म