________________
૨૩
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૧-૧૮૨ વડે હસાય છે, તે પ્રમાણે પ્રત્યેકબુદ્ધની લક્ષ્મીને=કરકંડુ આદિના બોધની સમૃદ્ધિને, ઈચ્છા કરતો, નિધાન જેવા મોક્ષને સંયમાદિ વિધાનથી નહિ ગ્રહણ કરતો, સન્માર્ગનો નાશ કરે છે. ૧૮૧ાા ભાવાર્થ :
જેમ કોઈને રત્નાદિથી ભરેલું ભાજન પ્રાપ્ત થયું હોય, પરંતુ તે ભાગ્ય રહિત હોય ત્યારે તે નિધિ ગ્રહણ કરવાની ઉચિત વિધિમાં યત્ન કર્યા વગર તેને ગ્રહણ કરવાનો અભિલાષ કરે છે અને ઉચિત બલિ-વિધાનાદિ ક્રિયા કરે નહિ તો તે નિધિના અધિષ્ઠાયક દેવો તેને તે નિધિ ગ્રહણ કરવા દે નહિ, તેથી બલિ આદિના વિધાનપૂર્વક નિધિને પ્રાપ્ત કરી શકે તેવો તે મૂર્ખ તેને પ્રાપ્ત કર્યા વગર દુઃખી થાય છે અને લોકો દ્વારા ઉપહાસ પામે છે, તેમ જે જીવોને કંઈક માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટી છે, તેથી આત્માનો નિર્લેપભાવ પ્રાપ્ત કરવા જેવો છે, તેમ જણાય છે. એથી રત્નાદિથી ભરેલા ભાજન તુલ્ય નિર્લેપભાવને અનુકૂળ જ્ઞાનનો કંઈક ક્ષયોપશમભાવ વર્તે છે, તોપણ ભાગ્યહીન હોવાથી વિપર્યાસની બુદ્ધિ પણ વર્તે છે. તેથી પ્રત્યેકબુદ્ધાદિનાં દૃષ્ટાંત લઈને વિચારે છે કે તેમણે બાહ્ય કષ્ટોને વેક્યા વગર સહજ અંતરંગ ભાવો કરીને મોક્ષને પ્રાપ્ત કર્યો છે, તેમ હું પણ બાહ્ય કષ્ટોનો ત્યાગ કરીને તેમની જેમ અંતરંગ યત્ન કરીને હિત સાધું. વસ્તુતઃ પ્રત્યેકબુદ્ધનાં તેવાં સોપક્રમ કર્મ હોવાથી તેમનું અંતરંગ વિર્ય અલ્પ બાહ્ય નિમિત્તથી ઉલ્લસિત થયું, તેવું સોપક્રમ કર્મ પોતાનું નહિ હોવાથી નિર્લેપ પરિણતિને અનુકૂળ સાક્ષાત્ માનસ વ્યાપાર કરે તોપણ તેવી નિર્લેપ પરિણતિમાં બાધક કર્મ બલવાન હોવાથી જેમ બલિ આદિની ક્રિયા વગર વ્યંતરો તેને નિધાન ગ્રહણ કરવા દેતા નથી, તેમ સંયમની ઉચિત બાહ્ય આચરણા દઢ પ્રણિધાનપૂર્વક કર્યા વગર તેનાં નિર્લેપ પરિણતિનાં બાધક કર્મો તેવી નિર્લેપ પરિણતિને ઉલ્લસિત થવા દેતા નથી, તેથી જો તે જીવ પ્રત્યેકબુદ્ધનું દૃષ્ટાંત લઈને યથાર્થ માર્ગાનુસારી બુદ્ધિથી વિચાર કરત તો તેને જણાત કે પ્રત્યેકબુદ્ધ અંતરંગ ભાવોના બળથી કલ્યાણ સાધી શક્યા તેમ મારે પણ અંતરંગ ભાવોના બળથી જ કલ્યાણની પ્રાપ્તિમાં યત્ન કરવો આવશ્યક છે, માત્ર બાહ્ય ક્રિયાના બળથી નહિ. તોપણ પ્રત્યેકબુદ્ધ જેવું સદ્વર્ય મને બાહ્ય અલ્પ નિમિત્તથી ઉલ્લસિત થતું નથી, માટે તેને ઉલ્લસિત કરવા માટે પૂર્વના મહાત્માઓ પણ સંયમમાં ઉદ્યમ કરતા હતા. ભગવાને પણ સંયમ ગ્રહણ કરીને ઉપસર્ગો સહન કર્યા. તેથી મારે પણ અંતરંગ પરિણતિની પ્રાપ્તિ માટે સંયમની ઉચિત ક્રિયા જ કરવી જોઈએ. આ પ્રકારે માર્ગાનુસારી બુદ્ધિથી જો તે જીવ વિચાર કરે તો તેની ભૂમિકા અનુસાર રનથી ભરેલા ભાજન તુલ્ય અંતરંગ નિધિ અવશ્ય પ્રાપ્ત થાય, પરંતુ કંઈક વિપર્યાલ આધાયક બુદ્ધિ હોવાથી પ્રત્યેકબુદ્ધાદિના દૃષ્ટાંતથી ભાવને અભિમુખ પરિણામવાળા પણ તે જીવો બાહ્ય આચરણાને નહિ કરતા પોતાનામાં સન્માર્ગની પ્રાપ્તિને અનુકૂળ જે શક્તિ હતી તેનો વિનાશ કરે છે. તેથી નિધાન જેવા મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૮૧ અવતરણિકા -
अतः प्रेक्षावता न किञ्चिद् दुष्टालम्बनं विधेयं यतो दुर्जयो रागादिग्रामः सर्वदाऽविश्वासहेतुत्वात् तथा चाह