________________
ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૧૮૫–૧૮૬
૨૯૯
इत्यवधारणफलम्, आत्मा दमितः सुखी भवति, अस्मिन् लोके इहलोके, परत्र च परलोके चेति
।।૧।।
ટીકાર્ય ઃ
आत्मैव ચેતિ ।। આત્મા જ દમન કરવો જોઈએ, જે કારણથી આત્મા જ દુર્દમ છે, બાહ્ય શત્રુ નહિ, એ પ્રકારે અવધારણ ળમાં દુ શબ્દ છે, હજુ શબ્દ વાક્યાલંકારમાં છે. દમિત આત્મા આલોકમાં અને પરલોકમાં સુખી થાય છે.
૧૮૫
ભાવાર્થ :
સુખના અર્થી જીવે વિચારવું જોઈએ કે પોતાનો આત્મા જ દમન કરવા યોગ્ય છે; કેમ કે આત્મદમનથી વર્તમાનમાં ક્લેશ દૂર થાય છે, પરલોકમાં પણ હિત થાય છે. વળી બાહ્ય શત્રુ દુર્દમ નથી, પરંતુ પોતાનો આત્મા જ દુર્દમ છે. બાહ્ય શત્રુનું દમન કરીને જીવ ક્ષણભર સુખ મેળવે છે, જ્યારે આત્માનું દમન કરવાથી વિકારના ઉપદ્રવ વગરનો આત્મા સુખી થાય છે અને વિકારના દમનને કા૨ણે શુભ કર્મો બંધાવાથી પરલોકમાં પણ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે સુખના અર્થી જીવે સુખના ઉપાયભૂત આત્માના દમનમાં યત્ન કરવો જોઈએ. II૧૮૫II
અવતરણિકા :
उच्छृङ्खलः पुनरयं महतेऽनर्थाय तत आह
અવતરણિકાર્ય :
વળી ઉચ્છંખલ એવો આઆત્મા, મોટા અનર્થ માટે છે. જે કારણથી કહે છે
ગાથા:
निच्चं दोससहगओ, जीवो अविरहियमसुहपरिणामो ।
नवरं दिने पसरे, तो देइ पमायमयरेसु ।।१८६ ।।
ગાથાર્થ :
હંમેશાં દોષથી સહગત એવો અવિરહિત અશુભ પરિણામવાળો જીવ કેવલ વિતીર્ણ પ્રસર હોતે છતે=યથેષ્ટ ચેષ્ટા પ્રવૃત્ત । થયે છતે, તેનાથી દુસ્તર એવાં વિરુદ્ધ કર્તવ્યોમાં પ્રમાદને કરે છે. II૧૮૬ ટીકા ઃ
नित्यं सदा, दोषसहगतो रागादिग्रस्तो, जीव आत्मा, अविरहिताशुभपरिणामोऽत्यन्तक्लिष्टाध्यवसायो नवरं केवलं दत्ते वितीर्णे, प्रसरे यथेष्टचेष्टायां किं ? ततः प्रसरलाभाद् ददात्यनेकार्थत्वात् करोति प्रमादं विषयकषायप्रवृत्तिलक्षणम्, अतरेषु दुस्तरेषु लोकागमविरुद्धेषु कर्त्तव्येष्विति गम्यते । । १८६ ।।