________________
૩૦૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૮-૧૮૯
ગાથાર્થ ઃ
જે બહુ ફળવાળા શીલવ્રતોને હણીને સુખને ઇચ્છે છે=માન-સન્માનાદિને ઈચ્છે છે, ધૃતિબળ રહિત એવો તે બિચારો ક્રોડ રૂપિયા દ્વારા કાકિણીને ગ્રહણ કરે છે. II૧૮૮૫
ટીકા ઃ
शीलव्रतानीत्यत्र शीलं मूलोत्तरगुणसमाधानं, व्रतान्यहिंसादीनि तेषां पृथग्ग्रहणं प्राधान्यख्यापनार्थं, यो मन्दबुद्धिर्बहुफलानि स्वर्गापवर्गदायीनि हत्वा = विलोप्य, सौख्यं वैषयिकं तुच्छमभिलषति = प्रार्थयते, स किं ? धृतिदुर्बलो विशिष्टचेतः प्रणिधानविकलस्तपस्वी वराकः सतां करुणास्पदभूतः कोट्या लक्षशतलक्षणया, काकिनीं रूपकाशीतितमभागरूपां क्रीणाति = गृह्णातीति । । १८८ ।।
ટીકાર્ય ઃ
શીતવ્રતાની ..... નૃાતીતિ ।। શીલવ્રતો એમાં શીલ મૂળ-ઉત્તરગુણોનું સમાધાન છે અર્થાત્ મૂળઉત્તરગુણોનું સેવન છે. વ્રતો, અહિંસા આદિ છે, તેઓનું પૃથગ્રહણ=શીલમાં અંતર્ભાવ હોવા છતાં પૃથગ્રહણ, પ્રાધાન્ય બતાવવા માટે છે, જે મંદબુદ્ધિવાળો બહુ ફલવાળાને=સ્વર્ગ-અપવર્ગ દેનારાં વ્રતોને હણીને=વિલોપ કરીને, તુચ્છ વૈષયિક સુખની અભિલાષા કરે છે=પ્રાર્થના કરે છે, તે શું કરે છે ? તે કહે છે ધૃતિબળથી રહિત=વિશિષ્ટ ચિત્તના પ્રણિધાન રહિત, તપસ્વી=બિચારો= સંતોને કરુણાનું સ્થાન, એવો તે ક્રોડથી કાકિણીને=રૂપિયાના એંશીમા ભાગરૂપ કાકિણીને ગ્રહણ કરે છે. II૧૮૮
-
ભાવાર્થ:
જેઓ સંયમ ગ્રહણ કરીને મહાન ફલવાળા તપ-સંયમનાં અનુષ્ઠાનો કરીને આલોકમાં માન-સન્માનરૂપ તુચ્છ વિષયસુખને ઇચ્છે છે, તેઓ ક્રોડ રૂપિયા ખર્ચીને કાકિણી ખરીદે છે; કેમ કે જે તપ-સંયમ સત્ સેવન દ્વારા સ્વર્ગના અને મોક્ષના ફળને દેનારા હતા, તે તપ-સંયમને મંદબુદ્ધિવાળો જીવ આલોકના તુચ્છ માન-સન્માનમાં નિષ્ફળ કરે છે, માટે આત્માના ગુણોને પ્રગટ કરવાને અનુકૂળ વિશિષ્ટ ચિત્તની પ્રણિધાન શક્તિ વગરનો છે. તેથી વર્તમાનમાં દેખાતાં ઇન્દ્રિયજન્ય સુખોથી અતિરિક્ત આત્મહિતને જોવા માટે તત્પર થતા નથી. ૧૮૮॥
અવતરણિકા :
न चायमात्मा विषयैस्तोषयितुं शक्यो भोगाभ्यासमनुविवर्द्धन्ते रोगा कौशलानि चेन्द्रियाणामित्यन्यैरप्यभिधानादाह च
અવતરણિકાર્થ :
અને આ આત્મા વિષયોથી તોષ પમાડવો શક્ય નથી; કેમ કે રાગો અને ઇન્દ્રિયોના કોશલો ભોગના અભ્યાસની વૃદ્ધિ કરે છે અને એ પ્રમાણે અન્યો વડે પણ કથન હોવાથી કહે છે –