________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૯
૩૦૩
ગાથા :
जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सोक्खेहिं ।
तोसेऊण न तीरइ, जावज्जीवेण सव्वेण ।।१८९।। ગાથાર્થ :
જીવ જે પ્રમાણે ચિંતવાયેલું હોય, હૃદયને ઈષ્ટ, પ્રાર્થના કરાયેલાં સુખો વડે જીવે ત્યાં સુધીમાં સર્વથી તોષ કરવાને માટે સમર્થ બનતો નથી. II૧૮૯ll ટીકા :
जीवो यथामनस्कृतं यथाचिन्तितं हृदयेष्टप्रार्थितैर्मनोवल्लभपन्यादिभिः सम्पादितैरित्यर्थः कैः ? सौख्यैः, तोषयितुं तुष्टीकर्तुं 'न तीरइ' त्ति न शक्यते दिनेन, नापि मासेन, न संवत्सरेण, किं बहुना ?, यावज्जीवेन सर्वेण समस्तायुषाऽपीत्यर्थः । यावच्छब्दोपादानात् प्राग् दिनादयो गम्यन्त રૂતિ ૨૮૨ાા ટીકાર્ય :
નીવો . સીત્ત રૂતિ | જીવ યથા મનસ્કૃત=જે પ્રમાણે ચિંતવાયેલું હોય, હૃદયને ઈષ્ટ પ્રાર્થિત એવા સુખથી=મનોવલ્લભ એવા પત્ની આદિથી પ્રાપ્ત કરાયેલા સુખથી તુષ્ટ કરવા માટે દિલથી-એક દિવસથી, સમર્થ થતો નથી, માસથી પણ નહિ, વર્ષથી નહિ, વધારે શું કહેવું? યાવજ્જવ સર્વથી પણ=સમસ્ત આયુષ્યથી પણ તુષ્ટ કરવા સમર્થ થતો નથી, યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી=ગાથામાં થાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી, પૂર્વમાં વાવજીવ કહ્યું તેની પૂર્વમાં, દિવસ આદિનું ગ્રહણ જણાય છે. ll૧૮૯
ભાવાર્થ :
સામાન્યથી જીવને જેમાં સુખ બુદ્ધિ હોય છે, તેમાં સતત પ્રવૃત્તિ કરે તોપણ તૃપ્ત થતો નથી, પરંતુ તે પ્રકારની પ્રવૃત્તિ કરીને હંમેશાં આનંદ લેવાની વૃત્તિ હોય છે, તેથી પુણ્યના સહકારથી પોતાની ઇચ્છા અનુસાર સુંદર ભોગસામગ્રીથી પ્રાપ્ત થતું સુખ તેને મળે તો પણ તે ક્યારેય તૃપ્ત થતો નથી, માટે વિષયોના સેવનથી તૃપ્તિનો સંભવ નથી, પરંતુ પ્રતિપક્ષના ભાવનથી વિષયોની નિઃસારતાનું જ્ઞાન થાય તો જ જીવ વિષયોથી નિવર્તન પામી શકે છે. આથી જ જેમને આત્માની નિરાકુળ અવસ્થામાં સુખ છે તેવું જ્ઞાન થયું છેઆમ છતાં અનાદિથી સ્થિર થયેલા સંસ્કારોને કારણે અને અવિરતિ આપાદક બહુકર્મ પ્રબળ સામર્થ્યવાળાં હોવાને કારણે ભોગની ઇચ્છા થાય છે, તોપણ આ ભોગની ઇચ્છા જીવની વિકૃતિ છે અને તેવી વિકૃતિને કારણે ભોગથી સુખ થાય છે, એવો જેને સ્પષ્ટ બોધ છે, તેઓ પ્રતિપક્ષના ભાવનથી વિકારોને શાંત કરવા યત્ન કરે છે, તેવા મહાત્માઓને ભોગથી પણ તે વિકારો ધીરે ધીરે શમે છે,