________________
૩૦૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮-૧૮૭
ટીકાર્ય :
નિત્યં . નિત્ય=સદા, દોષથી સહગત=રાગાદિથી ગ્રસ્ત, જીવ-આત્મા, અવિરહિત અશુભ પરિણામવાળો=અત્યંત ક્લિષ્ટ અધ્યવસાયવાળો, કેવલ યથેષ્ટ ચેષ્ટામાં વિતીર્ણ કરાવે છતે તેથી=પ્રસરતા લાભથી, અતરમાં=દુસ્તર એવા લોક આગમ વિરુદ્ધ કર્તવ્યોમાં, પ્રમાદને=વિષયકષાયની પ્રવૃત્તિરૂપ પ્રમાદને કરે છે, તાત્તિનું અનેકાર્થપણું હોવાથી કરોતિના અર્થમાં છે. ૧૮૬ ભાવાર્થ :
આત્માને સન્માર્ગમાં ઉલ્લસિત કરવા માટે ઉપદેશ આપતાં કહે છે કે આ જીવ હંમેશાં રાગાદિ દોષથી ગ્રસ્ત છે, તેથી નિમિત્ત અનુસાર અત્યંત ક્લિષ્ટ અધ્યવસાયો કરે છે અને જો તેનું દમન કરવામાં ન આવે તો રાગાદિ વશ યથેષ્ટ ચેષ્ટામાં તેની પ્રવૃત્તિ સતત વિસ્તાર પામતી રહે છે. તેથી લોક અને આગમ વિરુદ્ધ એવાં કાર્યોમાં આ જીવ પ્રમાદને કરીને સંસારની સર્વ કદર્થનાઓ પ્રાપ્ત કરશે, માટે કલ્યાણના અર્થી જીવે પોતાની રાગાદિ અવસ્થાનું સમ્યગુ ભાવન કરીને તેના દમન માટે તપ-સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ. I૧૮ાા અવતરણિકા :
किञ्च-अनात्मज्ञोऽयमिहलोकक्षतिमप्यात्मनो न जानातीत्याह चઅવતરણિકાW :
વળી અનાત્મજ્ઞ એવો આ જીવ પોતાની આલોકની ક્ષતિને પણ જાણતો નથી, એને કહે છે – ગાથા :
अच्चियवंदियपूइयसक्कारिय पणमिओमहग्घविओ ।
तं तह करेइ जीवो, पाडेइ जहप्पणो ठाणं ।।१८७।। ગાથાર્થ :
અર્ચન કરાયેલો, વંદન કરાયેલો, પૂજન કરાયેલો, સત્કાર કરાયેલો, પ્રણામ કરાયેલો, મહાઈ કરાયેલો=મોટા પદે સ્થાપન કરાયેલો, મૂઢ જીવ તેને તે પ્રમાણે કરે છે. જે પ્રમાણે પોતાના સ્થાનને નાશ કરે છે. II૧૮૭ના ટીકા :
अर्चितो गन्धचन्दनादिभिः देवतावद्, वन्दितः सद्गुणोत्कीर्तनेन, पूजितो वस्त्रादिभिः, सत्कारितोऽभ्युत्थानादिभिः, प्रणमितो मूर्जा, अर्चितश्चासौ वन्दितश्च स चासौ पूजितश्चेत्यादिकर्मधारयः,