________________
૨૯૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૪-૧૮૫
ટીકાર્ય :
a મા .... ત્રવિિિતિ | મારા વડે તપ અને સંયમથી દમન કરાયેલો આત્મા સારો છે, અકૃત પુષ્યવાળો કુયોનિમાં ગયેલો છતો હું પર વડે=અન્ય વડે, બંધનથી=નિગડ અર્થાત્ બેડી આદિથી અને વધો વડે=લાકડી આદિ વડે, દમન કરાયેલો ન થાઉ=વશ કરાયેલો ન થાઉં. ll૧૮૪ ભાવાર્થ -
સંસારથી ભય પામેલા અને સંસારથી આત્માના રક્ષણનો ઉપાય નિર્લેપ પરિણતિ છે, તેવા બોધવાળા મહાત્માએ વિચારવું જોઈએ કે પાંચ ઇન્દ્રિયના સંયમથી અને દઢ તપથી દમન કરાયેલો મારો આત્મા શ્રેષ્ઠ છે; કેમ કે ઇન્દ્રિયોના વિકારોથી વર્તમાનમાં પણ જે ક્લેશો થતા હતા, તે દૂર થાય છે. ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, કુયોનિની પ્રાપ્તિ થતી નથી, તેથી બંધન અને વધ વડે બીજા દ્વારા મારું દમન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ.
તેથી એ ફલિત થાય કે જેઓ તપ-સંયમથી આત્માનું દમન કરતા નથી, તેઓ ઇન્દ્રિયોને વશ થઈને પાપ બાંધે છે અને તેનાથી કુયોનિમાં જાય છે, ત્યાં બીજા દ્વારા વધ, બંધનાદિ અનર્થોને પ્રાપ્ત કરે છે, તેનું સમ્યગૂ ભાવન કરીને તપ-સંયમ દ્વારા આત્માનું દમન કરવા યત્ન કરવો જોઈએ. ll૧૮૪ અવતરણિકા -
अन्यच्च
અવતરણિકાર્ય :અને બીજું=આત્માના દમન વિષયક બીજું શું વિચારવું જોઈએ ? એ કહે છે –
ગાથા :
अप्पा चेव दमेयचो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, अस्सिं लोए परत्थ य ।।१८५।।
(૩ત્તરધ્યયને /૫)
ગાથાર્થ :
આત્મા જ દમન કરવો જોઈએ, આત્મા ખરેખર દુર્દમ છે, દમન કરાયેલો આત્મા આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. II૧૮૫ll ટીકા -
आत्मैव दमयितव्यो यतः आत्मैव हुरवधारणे, खलुक्यालङ्कारे, दुर्दमो न बाह्याः शत्रव