________________
૨૯૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૮૩-૧૮૪ છે એ પ્રસિદ્ધ છે. જો વળી કેવળ એક દમન કરાતો નથી, કોણ દમન કરાતો નથી ? એથી કહે છે – નિરંકુશ તપ-સંયમના અંકુશ રહિત છતો પોતાનો આત્મા દમન કરાતો નથી. I૧૮૩મા ભાવાર્થ :
પૂર્વગાથામાં સુકુમારિકાના દૃષ્ટાંતથી કહ્યું કે રાગાદિનો વિશ્વાસ કરવો જોઈએ નહિ, તેથી હવે કહે છે કે જેમને સંસારથી વિસ્તાર પામવાની ઇચ્છા થઈ છે અને પ્રત્યેકબુદ્ધ જેમ ભાવથી નિર્લેપ થયા છે, તેમ ભાવથી નિર્લેપ થવાની ઇચ્છાવાળા છે તેમણે વિચારવું જોઈએ કે ગધેડા આદિ પ્રાણીઓને દમન કરી શકાય છે, પરંતુ બાહ્ય ઉચિત તપ અને પાંચ ઇન્દ્રિયોના સંયમરૂપ અંકુશ વગર પોતાનો આત્મા દમન કરી શકાતો નથી, તેથી જો દેહને અનુકૂળ સર્વ કરીને નિર્લેપ થવાનો વિકલ્પ સ્વીકારવામાં આવશે તો પ્રત્યેકબુદ્ધની જેમ પોતે નિર્લેપતા પ્રાપ્ત કરી શકશે નહિ, પરંતુ જો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહીને, શક્તિ અનુસાર તપની આચરણા કરીને આત્માને ભાવિત કરવામાં આવશે તો આત્મા કંઈક અંશે સંવરભાવને પામશે અને પ્રત્યેકબુદ્ધની જેમ સ્વભૂમિકા અનુસાર પોતાને કંઈક નિર્લેપ પરિણતિ પ્રાપ્ત થશે. I૧૮૩ અવતરણિકા -
तस्मादिदं चिन्त्यम्અવતરણિકાર્ય :તે કારણથી આ ચિંતવન કરવું જોઈએ –
ગાથા :
वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । माहं परेहि दम्मंतो, बंधणेहिं वहेहि य ।।१८४।।
(૩ત્તરાધ્યયને ૨/ગ્ધ) ગાથાર્થ :
તપથી અને સંયમથી દમન કરાયેલો મારો આત્મા સારો છે, પર વડે વધથી અને બંધનથી દમન કરાયેલો હું ન થાઉં. ll૧૮૪ll ટીકા :
वरं मया आत्मा दमितः संयमेन तपसा च, माहं परैरन्यैर्दमितो वशीकृतोऽकृतपुण्यः कुयोनिगतः सन् बन्धनैर्निगडादिभिर्वधैश्च लकुटादिभिरिति ।।१८४।।