________________
૨૯૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૯-૧૮૦ સંયમ નથી લેવાયા જેવાથી એવા શરીરવાળાં ભગવતી મરુદેવી=ઋષભદેવની માતા સિદ્ધ થયાંક પૂર્ણ પ્રયોજનવાળાં થયાં તે રીતે અમે પણ સિદ્ધ થઈશું, અપ્રમાદ વડે શું ? તે આ પ્રમાણે –
હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલાં તેણીને, ભગવાનના છત્ર-અતિચ્છત્રના દર્શનથી પ્રમોદના અતિશય કારણે ઉલ્લસિત થયેલા જીવવીર્યવાળાં મરુદેવીને અક્ષેપથી તપ-સંયમના નિયમના ક્ષેપ વગર=અક્ષેપપૂર્વક કર્મક્ષય, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ સંભળાય છે. કથાનક ઋષભદેવ ચરિત્રથી જાણવું. ||૧૭૯ll ભાવાર્થ : -
કેટલાક અપ્રમાદના વિષયમાં મરુદેવા માતાનું આલંબન ગ્રહણ કરે છે. વસ્તુતઃ આ ત્રણ ભુવનનું આશ્ચર્ય છે; કેમ કે પ્રાયઃ સર્વ જીવો તપ-સંયમમાં અપ્રમાદ કરીને ચરમભવને પ્રાપ્ત કરે છે અને ચરમભવમાં પણ પ્રાયઃ અપ્રમાદ સેવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, એથી કલ્યાણના અર્થી જીવોએ તપસંયમનું આલંબન લેવું જોઈએ. મરુદેવા માતાની જેમ કોઈક જીવ તપ-સંયમમાં અપ્રમાદ કર્યા વગર નિસર્ગથી કેવળજ્ઞાન પામ્યા, તેમ સર્વ જીવોને નિસર્ગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. તેથી સંસારક્ષયના અર્થી જીવે તેના ઉપાયભૂત તપ-સંયમમાં યત્ન કરવો જોઈએ. ll૧૭૯ અવતરણિકા -
कथमेतत् दुष्टालम्बनमित्याहઅવતરણિકાર્ય :કેવી રીતે આ દુષ્ટ આલંબન છે ? એથી કહે છે –
ગાથા :
किं पि कहिं पि कयाई, एगे लद्धीहि केहि वि निभेहिं ।
पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ।।१८०।। ગાથાર્થ :
કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં, કોઈકને પ્રાપ્ત કરીને, કોઈક કારણો વડે લબ્ધિઓ દ્વારા કેટલાક જીવો પ્રત્યેકબુદ્ધ લાભવાળા આશ્ચર્યભૂત થાય છે. II૧૮૦|| ટીકા :
यतः किमपि वस्तु वृषभादिकं प्राप्येति गम्यते, तथा कस्मिन्नपि क्षेत्रे कदाचित् काले एके करकण्ड्वादयो लब्धिभिस्तदावरणीयकर्मणां क्षयक्षयोपशमोपशमरूपाभिः कैश्चिदपि निभैस्तस्यैव वृषभादेर्वस्तुनो जराजीर्णत्वादिलक्षणैः, किं ? प्रत्येकबुद्धलाभा भवन्त्याश्चर्यभूता इत्यतो न तन्निदर्शनेनान्यैस्तपःसंयमयोः शैथिल्यं विधेयं कादाचित्कभावरूपत्वात् तेषाम् । तत्रैकं वस्तु