________________
૨૮૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૯ અવતરણિકાર્ય :
તે આને જાણીને=પાપનાં ફળો બે ગાથાથી બતાવ્યાં તે આને જાણીને, જે પ્રમાણે શરૂઆતથી જ કર્મસંશ્લેષ ન થાય, તે પ્રમાણે અપ્રમાદ કરવો જોઈએ.
નવુથી શંકા કરે છે – અપ્રમાદથી શું ? અર્થાત્ અપ્રમાદનું કોઈ પ્રયોજન નથી; કેમ કે તેનાથી સાધ્ય=અપ્રમાદથી સાધ્ય, તેના બંધનો અભાવઃકર્મના બંધનો અભાવ, નથી અથવા કર્મક્ષય નથી, તો શું છે ? તેથી કહે છે – વાદચ્છિક કર્મક્ષય છે; કેમ કે મરુદેવી આદિને તે પ્રકારે ઉપલંભ છે, એ પ્રકારે દુર્વિદગ્ધ બુદ્ધિના વચનમાં જે મુગ્ધ બુદ્ધિવાળાઓ પ્રતિબંધને ધારણ કરે છે, તેમને બોધ કરાવવા માટે કહે છે – ગાથા :
के इत्थ करिताऽऽलंबणं, इमं तिहुयणस्स अच्छेरं ।
जह नियमाखवियंगी मरुदेवी भगवई सिद्धा ॥१७९।। ગાથાર્થ :
અહીં અપ્રમાદના વ્યતિકરમાં, કેટલાક ત્રણ ભુવનના આ આશ્ચર્યનું આલંબન કરે છે, જે પ્રમાણે નિયમોથી અક્ષપિત અંગવાળાં ભગવતી મરુદેવી સિદ્ધ થયાં. ll૧૭૯ll ટીકા :
केचिदतत्त्वज्ञाः अत्र व्यतिकरे कुर्वन्ति, आलम्ब्यत इति आलम्बनमवष्टम्भस्तदिदं वक्ष्यमाणं त्रिभुवनस्याश्चर्यं कादाचित्कभावरूपत्वादद्भुतं, यथा किं ? नियम्यते वशीक्रियते आत्माऽऽभ्यामिति नियमौ तपःसंयमौ ताभ्यामक्षपिताङ्गी तपःसंयमानिष्टप्तशरीरेत्यर्थः, मरुदेवी भगवती ऋषभदेवजननी सिद्धा निष्ठितार्था जाता तथा वयमपि सेत्स्यामः, किमप्रमादेन ? ।
तथाहि-गजस्कन्धारूढायास्तस्या भगवतश्छत्रातिछत्रदर्शनेन प्रमोदातिशयादुल्लसितजीववीर्यायाः कर्मक्षयः केवलज्ञानमायुःसमाप्तिर्मोक्षप्राप्तिश्चाक्षेपेण श्रूयत इति कथानकं चास्या ऋषभदेवचरितात् સેમિતિ ૨૭૨ા. ટીકાર્ય -
ચિતત્ત્વજ્ઞાઃ ... સેમિતિ | આ વ્યતિકરમાં=અપ્રમાદના વ્યતિકરમાં, કેટલાક તત્વને નહિ જાણનારાઓ ત્રણ ભુવનના આશ્ચર્યનું આલંબન કરે છે =કાદાચિત્ક ભાવરૂપપણું હોવાથી અદ્ભુત એવા વક્ષ્યમાણ આને અવલંબન કરે છે, જે પ્રમાણે શું ? એથી કહે છે – નિયમ કરાય છે–વશ કરાય છે. આત્મા આના દ્વારા એ નિયમો તપ-સંયમરૂપ નિયમો તેના દ્વારા અપિત અંગવાળા તપ