________________
૨૮૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૮-૧૭૯
ગાથા :
तिब्बयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो ।
कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८ ।। ગાથાર્થ :
વળી તીવ્રતર પ્રàષમાં સો ગુણો, લાખ ગુણો, ક્રોડ ગુણો, ક્રોડક્રોડ ગુણો અથવા અત્યંત ઘણો વિપાક થાય. II૧૭૮II ટીકા :
तीव्रतरे उत्कटतरे तुशब्दात् कालान्तरानुबन्धिनि च प्रद्वेषेऽप्रीतिलक्षणे सति शतगुणितः शतसहस्रकोटीगुणः शतसहस्रो लक्षं कोटाकोटीगुणो वा भवेत् विपाकस्तदुदयो बहुतरो वा प्रद्वेषोत्कर्षापकर्षस्य विचित्रत्वात्, तदपेक्षया कर्मबन्धविपाकस्यापि नानारूपतेत्यभिप्रायः ।।१७८ ।। ટીકાર્ય :
તીવ્રતરે .... ગમપ્રાયઃ | તીવ્રતર થયે છત–ઉત્કટતર પ્રàષ થયે છતે અને તુ શબ્દથી કાલાંતર અનુબંધવાળો પ્રÀષ થયે છતે અપ્રીતિરૂપ પ્રàષ થયે છતે, સો ગુણો, શતસહસ્ર=લાખ ગુણો, ક્રોડ ગુણો અથવા ક્રોડક્રોડ ગુણો વિપાક=તેનો ઉદય થાય અથવા બહુતર વિપાક થાય; કેમ કે પ્રÀષના ઉત્કર્ષ-અપકર્ષનું વિચિત્રપણું છે, તેની અપેક્ષાથી કર્મબંધના વિપાકની તાનારૂપતા છે= અનેકરૂપતા છે, એ પ્રકારનો અભિપ્રાય છે. I૧૭૮ ભાવાર્થ -
પૂર્વગાથામાં વધાદિનું જઘન્યથી પણ દશ ગણું ફળ બતાવ્યું, તે વધાદિ પ્રદ્વેષથી થાય છે, તેથી હવે જે જીવોને નિમિત્ત પામીને કોઈના પ્રત્યે તીવ્રતર પ્રદ્વૈષ થાય છે, તે પ્રષની તરતમાતાને અનુરૂપ તે જીવો તેવા પ્રકારનું વિચિત્ર કર્મ બાંધે છે, જેનાથી તેમને સો ગણું, લાખ ગણું, ક્રોડ ગણું કે ક્રોડક્રોડ ગણું ફળ મળે છે, માટે વિવેકી પુરુષે પ્રàષના અનર્થકારી ફળનું ભાવન કરીને કોઈપણ જીવ પ્રત્યે પ્રસ્વેષ કરવો જોઈએ નહિ, આથી પાપના ફળને જાણનારા મહાત્માઓ કોઈ પોતાના પ્રાણનો નાશ કરતું હોય તો તેના પ્રત્યે પ્રàષ કરતા નથી, પણ પ્રદ્વૈષનું આ અનર્થકારી ફળ છે, તેમ ભાવન કરીને આત્માને શાંતરસમાં સ્થિર કરવા યત્ન કરે છે. ll૧૭૮ અવતરણિકા -
तदिदमवेत्य यथादित एव कर्मसङ्क्लेशो न भवति तथा अप्रमादो विधेय इति । ननु किमप्रमादेन ? न हि तत्साध्यस्तबन्धाभावस्तत्क्षयो वा किं तर्हि ? यादृच्छिको मरुदेव्यादीनां तथैवोपलम्भादिति दुर्विदग्धबुद्धिवचने ये मुग्धबुद्धयः प्रतिबन्धं विदध्युस्तान् शिक्षयितुमाह