________________
૨૮૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૭ અવતરણિકાર્ય :પાપફળને જ વ્યવહારથી કહેવાની ઇચ્છાવાળા કહે છે –
ગાથા :
वहमारणअब्भक्खाणदाणपरधणविलोवणाईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ।।१७७।।
ગાથાર્થ :
એકવાર કરાયેલા વધ-મારણ-અભ્યાખ્યાનદાન-પરધનવિલોપન આદિનો સર્વથી જઘન્ય ઉદય દસ ગુણો છે. ll૧૭૭TI ટીકા :
वधस्ताडनं, मारणं प्राणच्यावनम्, अभ्याख्यानदानमलीकदोषारोपणं, परधनविलोपनमदत्तपरस्वग्रहणं, वधश्च मारणं चेत्यादिद्वन्द्वस्तान्यादिर्येषां मर्मोद्घट्टनादीनां तानि तथा तेषां सर्वजघन्यो अत्यन्तनिकृष्टः, उदयो विपाको दशगुणितः, इक्कस्सि त्ति एकां वारां कृतानां विहितानाम् एकवारं वधको दशवारा वध्यत इत्यादि योजनीयम् ।।१७७।। ટીકાર્ય -
વસ્તારનું યોગનીયમ્ ા વધતાડન, મારણ=પ્રાણગ્યાવત, અભ્યાખ્યાન દાનઃખોટા દોષનું આરોપણ, પરધનવિલોપન=નહિ આપેલા પરધનનું ગ્રહણ, વધ અને મારણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે છે આદિ જે મર્મ ઉઘાડા કરવા આદિવા તે તેવા છે, તેનો=વધાદિ પાપોનો, સર્વથી જઘચ= અત્યંત નિકૃષ્ટ, ઉદય=વિપાક, દશ ગુણો છે. એકવાર કરાયેલાવા અર્થાત્ એકવાર વધ કરનારો દશ વાર વધ કરાય છે ઇત્યાદિ જોડવું. II૧૭૭ ભાવાર્થ :નિશ્ચયનય તો પરિણામની તરતમતાથી ફળની તરતમતાને સ્વીકારે છે. તેથી એક વખત કરાયેલું પાપ પણ પરિણામના ઉત્કર્ષથી અનંતકાળ સુધી કદર્થના પમાડે છે, આથી જ ક્રૂર ચિત્તથી કરાયેલું એક વખતનું પણ પાપ જીવને અનંતકાળ સુધી વધ આદિની પ્રાપ્તિ કરાવે છે, તોપણ વ્યવહારનય સામાન્યથી કોઈ જીવ કોઈનો વધ કરે અથવા તાડન કરે કે મારણ કરે તે સર્વનું જઘન્યથી દશ વખત ફળ મળે છે, તેમ સ્વીકારે છે. વળી પરિણામના ભેદથી અનેકગણું ફળ પણ સ્વીકારે છે. આ પ્રકારે પાપના ફળનું ભાવન કરીને મહાત્માઓ પાપથી અત્યંત નિવર્તન પામે છે, તેથી પોતાના ઉપર અપકાર કરનારા પ્રત્યે પણ પ્રતિકારરૂપે કોઈ પાપ આચરતા નથી. II૧૭ળી.