________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૫–૧૭૬
ગાથાર્થ ઃ
પ્રાણના ત્યાગમાં પણ જેઓ કીડીઓના પણ નાશને ઇચ્છતા નથી, તે અપાપા મુનિઓ કેવી રીતે અન્યનાં પાપોને=અન્યની હિંસાને, કરશે ? I૧૭૫]I
૨૮૫
ટીકા ઃ
प्राणात्ययेऽपि आयुष्कादिविनाशेऽपि पापं द्रोहाभिसम्बन्धलक्षणं कारणे कार्योपचारात् पिपीलिकाया अपि आस्तां मनुजादेः ये भगवन्तो नेच्छन्ति नाभिलषन्ति ते कथं केन प्रकारेण यतयः साधवः अपापाः अवद्यरहिताः पापं करिष्यन्त्यन्यस्य ? असम्भव एवायमित्यभिप्रायः । । १७५ ।। ટીકાર્થ: -
प्राणात्ययेऽपि અભિપ્રાયઃ ।। પ્રાણના નાશમાં પણ=આયુષ્ય આદિના વિનાશમાં પણ, પિપીલિકાના પણ પાપને દ્રોહને=કીડીને દૂર કરવાની અભિસંધિરૂપ પાપને ઇચ્છતા નથી. પાપનો અર્થ દ્રોહ કર્યો; કેમ કે કારણમાં=દ્રોહ અભિસંધિરૂપ કારણમાં પાપરૂપ કાર્યનો ઉપચાર છે, મનુષ્યાદિ દૂર રહો, પરંતુ કીડીઓના પણ દ્રોહને જે ભગવાન ઇચ્છતા નથી, તે અપાપા યતિઓ=અવદ્ય રહિત સાધુઓ, કયા પ્રકારથી અન્યના દ્રોહને કરશે ? આ=અન્યનો દ્રોહ, અસંભવ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ।।૧૩૫।।
ભાવાર્થ :
સામાન્યથી સંસારી જીવો દેહની અનુકૂળતા માટે સર્વ પ્રકારના આરંભ-સમારંભાદિ પાપો કરે છે; કેમ કે દેહ સાથે અભેદ બુદ્ધિ સ્થિર છે, તેથી દેહને જે અનુકૂળ છે, તે મને અનુકૂળ છે અને દેહને
પ્રતિકૂળ છે, તે મને પ્રતિકૂળ છે. તેવા બોધથી સર્વ આરંભાદિ કરે છે, એટલું જ નહિ આત્મકલ્યાણના અર્થી વિવેકી શ્રાવકો પણ જે કાંઈ ધનપ્રાપ્તિની અને ભોગાદિની પ્રવૃત્તિ કરે છે, ત્યાં પણ દેહની સાથે અભેદ બુદ્ધિ જ કારણ છે. જ્યારે ચિલાતીપુત્ર મહાત્મા તો પ્રાણનો નાશ થાય તેવી સ્થિતિમાં કીડીઓનો ઉપદ્રવ વર્તતો હતો, તોપણ કીડીઓને દૂર કરવાના કે દેહનું રક્ષણ કરવાના કોઈ પરિણામ કરતા નથી. તેથી સંપૂર્ણ સાવધ રહિત જે મહાત્મા સાક્ષાત્ દેહની પીડા કરનારી કીડીઓ પ્રત્યે પણ દ્રોહના પરિણામને કરતા નથી, તેઓ શરીર માટે મનુષ્યાદિનો તો દ્રોહ કેવી રીતે કરે ? તેઓ સર્વ ઉદ્યમથી આત્માના નિસંગભાવમાં દૃઢ યત્ન કરીને વીતરાગ થવા યત્ન કરે છે. ૧૭૫॥
અવતરણિકા :
मा भूनिरपराधे पापकरणं सापराधे तु न कश्चित् क्षमते इति यो मन्येत तं प्रत्याहઅવતરણિકાર્ય :
નિરપરાધ જીવમાં પાપકરણ ન થાઓ, પરંતુ સાપરાધ જીવમાં=પોતાના પ્રત્યે જે અપરાધ કરે છે તે જીવમાં, કોઈ સહન કરતો નથી, એ પ્રમાણે જે માને છે તેના પ્રત્યે કહે છે