________________
૨૮૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૪-૧૫ ગાથાર્થ :
કીડીઓ વડે ચિલાતીપુત્રનો દેહ ચાલણી જેવો કરાયો, તેના વડેકચિલાતીપુત્ર વડે, તેણીઓની ઉપર થોડો પણ મનનો પ્રસ્વેષ કરાયો નહિ. II૧૭૪ ટીકાઃ
देहः कायः पिपीलिकाभिः कीटिकाभिश्चिलातीपुत्रस्य पूर्वकथानकेनोक्तस्य चालनीवत् कृतस्तथाऽपि त्यक्तोऽयमिति मत्वा तनुरपि स्वल्पोऽपि मनःप्रद्वेषश्चित्ताप्रीतिलक्षणो न चालितो नोदीरितस्तेन चिलातीपुत्रेण तासां पिपीलिकानामुपरीति ।।१७४ ।। ટીકાર્ય :
રે.... ૩૫રીતિ | પૂર્વે કથાનકમાં કહેવાયેલા ચિલાતીપુત્રનો દેહ=કાયા, કીડીઓ વડે ચાલતી જેવો કરાયો, તોપણ આ=દેહ, ત્યાગ કરાયો છે, એ પ્રમાણે માનીને થોડો પણ ચિત્તની અપ્રીતિ સ્વરૂપ મનનો પ્રÀષ તેના વડે=ચિલાતીપુત્ર વડે, તેણીઓની ઉપર કીડીઓની ઉપર, કરાયો નહિ. II૧૭૪il. ભાવાર્થ :
જે મહાત્માઓને પોતાનો આત્મા દેહથી ભિન્ન છે અને આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાનો યત્ન એકાંતે સુખનું કારણ છે, એવી સ્થિર બુદ્ધિ છે, તેમને તત્ત્વ જોવામાં બાધક કર્મોનો ક્ષયોપશમ વર્તે છે અને તેવા મહાત્મા ચિલાતીપુત્રનો દેહ, કીડીઓ વડે ચાલણી જેવો કરાયો, તોપણ મેં દેહનો ત્યાગ કર્યો છે, હું મારા આત્માના સંવરભાવમાં સ્થિત છું, એ પ્રકારની સ્થિર બુદ્ધિવાળા તે મહાત્માએ કીડીઓ ઉપર લેશ પણ મનપ્રÀષ કર્યો નહિ, તેથી રાગ-દ્વેષની પરિણતિ ક્ષીણ ક્ષીણતર થતી જાય અને વીતરાગતાને અનુકૂળ પરિણતિ પ્રગટે તેવું મહાપરાક્રમ તેઓ કરી શક્યા; આથી ચિલાતીપુત્રને આત્માના પારમાર્થિક સ્વરૂપનો નિર્મળ બોધ હતો, તેથી પોતાના ચિત્તને આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર કરી શક્યા. I૧૭૪ અવતરણિકા :
एवं सतिઅવતરણિકાર્ય -
આમ હોતે છતે શું પ્રાપ્ત થાય ? એ કહે છે – ગાથા :
पाणच्चए वि पावं, पिवीलियाए वि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइँ करेंति अन्नस्स ।।१७५।।