________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૩-૧૭૪
૨૮૩ તોપણ તપ-સંયમને અનુકૂળ ત્યાગનો પરિણામ તત્કાલ ઉલ્લસિત થતો નથી, જેમ ભરત ચક્રવર્તી ચક્રવર્તીના ભોગ ભોગવે છે કે બાહુબલી સાથે યુદ્ધ કરે છે, ત્યારે તે પ્રકારનો સંયમનો પરિણામ થતો નથી, જેમ ચક્રવર્તીએ નાના ભાઈઓને આજ્ઞા સ્વીકારવા કહ્યું ત્યારે અઠાણુ ભાઈઓ ભગવાન પાસે ગયા અને ભગવાનના ઉપદેશથી વિરક્ત થઈને તરત સંયમને ગ્રહણ કર્યું, તેમ બાહુબલી સાથે પરાજય થવા છતાં ભરત મહારાજાને સંયમનો પરિણામ થયો નહીં. બાહુબલીને પણ ભરતની સેવા માટેની માગણીથી ત્યાગનો પરિણામ થયો નહીં, તે સમયે તેઓ ચીકણા કર્મવાળા નહિ હોવા છતાં સંયમને અનુકૂળ પરિણામ થવામાં બાધક કર્મોના ઉદયવાળા હતા, આમ છતાં જ્યારે બાહુબલીને ભરતને ચૂર્ણ કરવાનો પરિણામ થયો, ત્યારે તે પ્રકારનું ચીકણું કર્મ દૂર થવાથી ક્ષણમાં તપ-સંયમનો પરિણામ થયો અને ભરત મહારાજાને પણ અરીસાભુવનમાં બેઠા છે, ત્યારે તે પ્રકારના નિમિત્તને પામીને ચીકણાં કર્મો દૂર થવાથી ક્ષણમાત્રમાં તપ-સંયમનો પરિણામ થયો. આથી છ ખંડના સામ્રાજ્યનો ક્ષણમાત્રમાં ત્યાગ કર્યો અને જે જીવો મનુષ્યભવને પામવા છતાં નિર્ભાગ્ય છે, દુર્બુદ્ધિવાળા છે, તેમને સંસારસુખ મળ્યાં હોય તોપણ ત્યાગનો પરિણામ થાય નહિ અને દરિદ્ર હોય તોપણ ત્યાગનો પરિણામ થાય નહિ. ક્યારેક બાહ્યથી ત્યાગ કરે તોપણ નિબિડ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અંતરંગ રીતે તો માન-સન્માન અને અનુકૂળ ભોગસામગ્રીમાં સુખબુદ્ધિ સ્થિર હોય છે, તેવા જીવોને પરમાર્થથી સંવેગનો પરિણામ સ્પર્શી શકતો નથી. તેથી બાહ્ય ભોગોનો ત્યાગ એ સુખના ત્યાગ સ્વરૂપ દેખાય છે, પરંતુ બાહ્ય ભોગના ત્યાગકાળમાં ઉપશમસુખને અનુકૂળ કોઈ પ્રકારનો બોધ નહિ હોવાથી પરમાર્થથી તેઓ કોઈ પ્રકારનો ત્યાગ કરી શકતા નથી. આથી જ ચરમાવર્તની બહારના જીવો બાહ્ય ત્યાગ કરીને અને કષાયોના અપ્રવર્તનરૂપ શુભ લેશ્યાને ધારણ કરીને સંયમ પાળે છે, યાવદ્ નવમા રૈવેયક સુધી જાય છે, તોપણ દેહ સાથે સંગવાળી ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત અવસ્થા સારભૂત જણાય છે. તેથી બાહ્ય સુખમાં જ સુખબુદ્ધિવાળા તેઓ અધિક સુખના ઉપાયરૂપે બાહ્ય ત્યાગ કરે છે, એવા જીવો પરમાર્થથી અસંગભાવનું કારણ બને તેવો કોઈ ત્યાગ કરતા નથી, જ્યારે વિવેકી જીવો આત્માના નિરાકુળ સ્વભાવને સારરૂપે ગણીને છ ખંડના સામ્રાજ્યને પણ તૃણ તુલ્ય ગણીને ત્યાગ કરે છે. ll૧૭all અવતરણિકા :
सञ्जातकर्मविवराः पुनर्देहमपि त्यजन्तीत्याह चઅવતરણિકાર્ય :
સંજાત કર્મવિવરવાળા જીવો તત્વને જોવામાં બાધક કર્મોનું વિવર જેમને પ્રાપ્ત થયું છે તેવા મહાત્માઓ, વળી દેહને પણ ત્યાગ કરે છે. એને કહે છે –
ગાથા :
देहो पिवीलियाहिं, चिलाइपुत्तस्स चालणि ब्व कओ । तणुओ वि मणपओसो, न चालिओ तेण ताणुवरिं ।।१७४।।