________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૨
૨૮૧ વડે ભોગના ત્યાગરૂપ ધર્મ કરાય છે, સુખી જીવો તો પ્રાપ્ત થયેલા સુખમાં જ મગ્ન હોવાથી ધર્મમાં યત્ન કરવાનું છોડીને ધર્મને અભિમુખ થતા નથી, તેનું નિરાકરણ કરવા માટે કહે છે. ગાથા :
सुहिओ न चयइ भोए, चयइ जहा दुक्खिओ त्ति अलियमिणं ।
चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ।।१७२।। ગાથાર્થ -
સુખિત ભોગોને ત્યાગ કરતો નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે એ અલિક વચન છે, ચીકણા કર્મથી યુક્ત આ દુઃખિત ત્યાગ કરતો નથી, આ=સુખિત ત્યાગ કરતો નથી. ll૧૭ ટીકા :
सुखमालादरूपं सजातमस्येति सुखितः, तारकादित्वादित प्रत्ययः, न त्यजति न मुञ्चति भोगान् शब्दादीन् त्यजति यथा दुःखित इति यदेतदुच्यते अलीकमनृतमिदं वच इति शेषः, यतश्चिक्कणकर्मावलिप्तो निबिडज्ञानावरणादिस्थगितो जीव इति गम्यते, न इमो त्ति नायं दुःखितो न इमो त्ति नायं सुखितः परित्यजति भोगानित्यतो लघुकर्मतात्र कारणं न सुखितत्वदुःखितत्वे ।।१७२।। ટીકાર્ય :
સુલુન્ .... યુવતત્વે | આલાદરૂપ સુખ થયું છે અને તે સુખિત, તારકાદિપણાથી ડુત પ્રત્યય છે, સુખિત શબ્દાદિ ભોગોનો ત્યાગ કરતો નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે. એ પ્રમાણે જે આ કહેવાય છે, તે અલિક=જૂઠું વચન છે. જે કારણથી ચીકણા કર્મથી અલિપ્તઋતિબિડ જ્ઞાનાવરણાદિથી ઢંકાયેલો જીવ આ=દુઃખિત, પરિત્યાગ કરતો નથી, આ સુખિત પણ ભોગોનો ત્યાગ કરતો નથી, એથી અહીં=ભોગોના ત્યાગમાં, લઘુકર્મતા કારણ છે, સુખિતત્વદુખિતત્વ નહિ. II૧૭૨ાા ભાવાર્થ :
જે જીવોનાં જ્ઞાનાવરણીય આદિ કર્મો ગાઢ છે, તેઓ કદાચ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, તોપણ તત્ત્વને જોવામાં બાધક ચીકણાં કર્મો વિદ્યમાન હોય તો તેમને તત્ત્વ દેખાતું નથી, કદાચ ભૂતકાળના કરેલા પુણ્યના ઉદયથી સુખિત હોય તોપણ તત્ત્વ દેખાતું નથી. કદાચ વર્તમાન ભવમાં અત્યંત દુઃખી હોય તોપણ આ સર્વ દુઃખનું કારણ શું છે ? તેનો વિચારમાત્ર પણ કરતા નથી, પરંતુ વિષયોમાં ગૃદ્ધિવાળા વિષયો માટે પ્રવૃત્તિ કરે છે. આથી સુખિત ભોગોને ત્યાગ કરતા નથી, જે પ્રમાણે દુઃખિત ત્યાગ કરે છે, એમ જે મુગ્ધ બુદ્ધિથી બોલે છે, તે અલિક વચન છે. વસ્તુતઃ તત્ત્વને જોવામાં બાધક કર્મો ક્ષીણ થયાં છે, તેઓ ભોગોનો ત્યાગ કરે છે, તે કર્મોનો ક્ષય ક્યારેક શાસ્ત્રઅભ્યાસથી થાય છે, ક્યારેક સામાન્ય નિમિત્તથી થાય છે, તો ક્યારેક તેવા પ્રકારના દુ:ખના નિમિત્તમાં તેવો ઊહ થવાથી થાય છે. જેનાથી