________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૦-૧૭૧
૨૭૯ હતી. મધ્યમાં રહેલા તે સાધુને ડૂબાડવાનો આરંભ કરાયો, તેથી સ્વમરણના ભયથી અને રોષથી નાવિકો વડે પાણીમાં નંખાતા મારા ખારા શરીરના સંપર્કથી પાણીના જીવો વિનાશ પામશે, એથી કરુણાયુક્ત ચિત્તવાળા, પ્રાપ્ત કરાયેલા શુક્લધ્યાનવાળા આચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય ક્ષીણ થયું, મોક્ષમાં ગયા. ll૧૭all ભાવાર્થ :
ભારે કર્મ જીવોને વર્તમાનનાં સુખોમાં જ તે પ્રકારની ગૃદ્ધિ હોય છે કે જેથી પોતાની અનુચિત આચરણાથી નરકાદિની પ્રાપ્તિ થશે, તેનો પણ તેઓ વિચાર કરતા નથી. આથી જ અંગારમર્દિક આચાર્ય સાધુવેષમાં હતા, આચાર્યપદને પામેલા હતા, શિષ્યોને શાસ્ત્ર ભણાવીને સંપન્ન કર્યા, છતાં તેમના ચિત્તને ભગવાનનું વચન સ્પર્શી શકે તેવી નિર્મળ પરિણતિવાળા નહિ હોવાથી સંસારનાં તુચ્છ સુખોમાં સુખબુદ્ધિવાળા હતા, તેથી સંસારશૂકર એવા તેઓ પોતાની ભાવિની અનર્થની પરંપરાની ઉપેક્ષા કરે છે અર્થાત્ વિચારમાત્ર પણ કરતા નથી.
વળી કેટલાક લઘુકર્મી જીવો ઉપદેશાદિથી તો બોધ પામે છે, પરંતુ ઉપદેશ વગર પણ સ્વપ્નમાં નરકાદિનું જ્ઞાન થાય તેનાથી પણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરનારા બને છે. જેમ પુષ્પચૂલા રાજકન્યા તે પ્રકારે બોધ પામીને સંયમ ગ્રહણ કરે છે. તેથી જીવનાં કર્મોની પ્રચુરતા કે અલ્પતા કૃત જ જીવને વિવેક-અવિવેકની પ્રાપ્તિ છે અર્થાત્ કર્મની પ્રચુરતા હોય ત્યારે વિવેક પ્રગટ થતો નથી અને કર્મની અલ્પતા હોય ત્યારે અલ્પ નિમિત્તે પણ વિવેક પ્રગટે છે. I/૧૭માં અવતરણિકા :
अत एवाहઅવતરણિતાર્થ :
આથી જ કહે છે અણિકાપુત્ર તપસંયમના બળથી કેવલજ્ઞાન પામ્યા એમ પૂર્વમાં કહ્યું આથી જ કહે છે –
ગાથા :
जो अविकलं तवं संजमं च साहू करिज्ज पच्छा वि ।
अनियसुओ ब्व सो नियगमट्ठमचिरेण साहेइ ।।१७१।। ગાથાર્થ :
જે સાધુ પાછળથી પણ અવિકલ તપ-સંયમને કરે છે, તે સાધુ અર્ણિકાપુત્રની જેમ નિયમથી જલ્દી પોતાના પ્રયોજનને સાધે છે. I૧૭૧II. ટીકા :
यः कश्चिदविकलं सम्पूर्णं, तपोऽनशनादि, संयमं च पृथिवीकायरक्षणादिकं, साधुर्मुनिः, कुर्या