________________
૨૮૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૬-૧૭૭
ગાથા :
जिणपहअपंडियाणं, पाणहराणं पि पहरमाणाणं ।
न करंति य पावाइं, पावस्स फलं वियाणंता ।।१७६।। ગાથાર્થ :
પાપના ફળને જાણનારા મહાત્માઓ પ્રાણને હરનારા એવા પણ પ્રહારોને કરતા જિનપથના અપંડિતોનાં પાપોને=પ્રતિકારરૂપ પ્રતિપ્રહારોને, કરતા નથી. II૧૭૬ll ટીકા :
जिनपथाऽपण्डितानां सर्वज्ञमार्गाकुशलानां, प्राणहराणामपि जीवितान्तकराणां अपि किमुतान्येषां, प्रहरतां खड्गादिघातं ददतां पुरुषाधमादीनामिति गम्यते, न कुर्वन्ति च पापानि तदुपरि द्रोहाभिप्रायप्रतिप्रहरणादीनि, चशब्दात् प्रत्युत करुणां भावयन्त्यस्मन्निमित्तोऽमीषां वराकाणां नरकपात इति पापस्य फलं नरकादिकं विजानन्तोऽवबुध्यमाना इति ।।१७६।। ટીકાર્ય :
બિનપથ ... અવબુધ્યાના રૂત્તિ | જિનપથ અપંડિતોના=સર્વજ્ઞમાર્ગમાં અકુશલોના, પ્રાણને હરણ કરનારા પણ જીવિતનો અંત કરનારાઓના પણ, અવ્યના વળી શું ? પ્રહાર કરતાના પણ=પગાદિ ઘાત આપતા પુરુષાધમોના, પાપોનેeતેના ઉપર દ્રોહના અભિપ્રાયથી પ્રતિપ્રહારાદિને, કરતા નથી, ૫ શબ્દથી ઊલટું કરુણાને ભાવન કરે છે. અમારા નિમિત્તે મારા ઉપર પ્રહાર કરવા નિમિત્તે, આ શંકડા જીવોનો તરકપાત છે, એ પ્રકારે કરુણા ભાવના કરે છે, કોણ કરે છે ? એથી કહે છે – પાપના તરક આદિ ફળને જાણનારા મહાત્માઓ પાપ કરતા નથી, એમ અવય છે. ll૧૭૬ ભાવાર્થ :
જે સંસારવર્તી જીવોએ જિનપથનો પરમાર્થ જાણ્યો નથી, કેવળ મોહપથમાં પ્રવર્તવામાં કુશળ છે, તેવા જીવો સ્વમતિ કલ્પનાથી મહાત્મા પ્રત્યે પણ પ્રહાર કરવા તત્પર થાય છે અને તેઓના પ્રાણના નાશમાં પણ યત્ન કરે છે, તોપણ જે મહાત્માઓ પાપના ફળને જાણે છે, તેઓ તેવા ઘાતકી જીવોના પ્રહાર સામે પોતાના રક્ષણ માટે પણ કોઈ પાપો કરતા નથી, પરંતુ મોહથી અનાકુળ આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે જિનવચનનું દઢ અવલંબન લઈને પાપ કરનારા જીવો પ્રત્યે કરુણા ભાવના કરે છે અર્થાત્ મારા નિમિત્તે આ જીવો નરકના પાતને પામશે, તેથી તેઓને અનર્થ ન થાઓ, તે પ્રકારની ભાવનાને કરે છે. II૧૭ના અવતરણિકા :पापफलमेव व्यवहारतो अभिधित्सुराह