________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૮-૧૬૯
ટીકાર્ય :
ગાથાસ્ય ..... નીવૈરિતિ । બે ગાથાનો પણ અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ વિજયસેનસૂરિના શિષ્યો વડે સ્વપ્નમાં પાંચસો નાના હાથીઓ વડે પરિવરેલો શૂકર જોવાયો, ગુરુને કહેવાયું, તે બોલ્યા સારા પરિવારવાળો કોઈક અભવ્ય આવશે, તે દિવસે જ રુદ્રદેવ નામે આચાર્ય પાંચસો સાધુઓ સાથે આવ્યા. ઉચિત પ્રતિપત્તિ કરાઈ, રાત્રિને વિષે પરીક્ષા માટે ગુરુથી કહેવાયેલા સાધુઓ વડે સ્થંડિલમાર્ગમાં અંગારા પથરાયા. તેથી શેષ આગંતુક સાધુઓ પગ પડવાથી કિશિકિશિક શબ્દને સાંભળીને પશ્ચાત્તાપ સહિત દુષ્કૃત મિથ્યા થાઓ, એ પ્રમાણે બોલતા પાછા ફર્યા. રુદ્રદેવે વળી તેને સાંભળવાથી હર્ષસહિત (અંગારાને જીવો માનીને) અત્યંત મર્દન કર્યું અને બોલ્યા – અરિહંતો વડે આ પણ જીવો છે, એ પ્રમાણે કહેવાયા છે, જાગતા મુનિઓ વડે તે જોવાયું. સવારે ગુરુએ તેના શિષ્યોને આ અભવ્ય છે, એ પ્રમાણે ઉપપત્તિથી પ્રતીતિ કરાવીને= સાબિતીથી ખાતરી કરાવીને, તેને બહાર કર્યો. તેઓ તપ કરીને દેવલોકમાં ગયા, ત્યાંથી ચ્યવીને સર્વે પણ વસંતપુરમાં દિલીપ રાજાના પુત્રપણાથી ઉત્પન્ન થયા.
-
૨૭૫
એકવાર પુરાતન શિષ્યો એવા તે રાજાઓ ગજપુરમાં કનકધ્વજ રાજાની કન્યાના સ્વયંવરમંડપમાં ગયા, ત્યાં ભરેલા ઘણા ભારવાળા, જરાથી જીર્ણ શરીરવાળા, મોટી કાયાવાળા, કરાયેલા આર્તનાદવાળા ઊંટને જોયો. તેઓને તેના ઉપર કરુણા થઈ, જાતિસ્મરણ થયું, તેના અનુસારથી આ લોકો વડે આ અમારો ગુરુ છે તેમ જણાયું. ‘અહો સંસાર વિચિત્ર છે, જેથી તેવા પ્રકારની જ્ઞાનલક્ષ્મીને પામીને સદ્ભાવની અશ્રદ્ધાને કરતો આ બિચારો આ અવસ્થાને પામ્યો અને અનંતભવને પ્રાપ્ત કરશે,' એ પ્રકારે દયાથી તેને છોડાવીને બધાએ દીક્ષા અંગીકાર કરી.
હવે અક્ષરાર્થ અંગારજીવવધક=અંગારા જ તે બુદ્ધિથી પ્રાણીઓ, તેઓનો વધક=વિનાશક, કોઈક ફુગુરુ=કદાચાર્ય, સુશિષ્યના પરિવારવાળો=શોભન શિષ્યોના પરિવારવાળો, સાધુઓ વડે સ્વપ્નમાં જોવાયો. કોલ=શૂકર, ગજકલભથી પરિકીર્ણ=લઘુ હાથીઓથી પરિવરેલો, સ્વપ્નમાં જોવાયો, તે=અંગારજીવવધક ગુરુ, ઉગ્ર ભવસમુદ્રમાં=રૌદ્ર સંસારસાગરમાં ભમતો સ્વયંવરમાં આવેલા=ભીમસેન ન્યાયથી સ્વયંવરમંડપને પ્રાપ્ત થયેલા પુરાતન શિષ્યો એવા=જન્માંતરના અંતેવાસી જીવો એવા રાજાઓ વડે ઊંટ છતો ઉપસ્કરથી ભરાયેલો=ભારથી ભરેલો, જોવાયો. ।।૧૬૮-૧૬૯।।
ભાવાર્થ:
પૂર્વમાં ગુણસંપન્ન ગુરુનો શિષ્યએ વિનય કરવો જોઈએ, એ પ્રકારે કહ્યું. ત્યાં ગુસ્સાના સ્વભાવવાળામાં પણ વિનય કરવો જોઈએ, તેમ કહ્યું. આમ છતાં અયોગ્ય ગુરુમાં વિનય કરવો ઉચિત નથી, પરંતુ તેનો ત્યાગ જ ઉચિત છે, તે બતાવવા માટે કહે છે
કોઈક સાધુઓને સ્વપ્નમાં ગજબચ્ચાંઓથી પરિવરેલો શૂકર દેખાયો, તેના બળથી તેમના ગુરુએ કહ્યું કે સુશિષ્યના પરિવારવાળો કોઈક કુગુરુ આજે આવશે અને પરીક્ષા કરીને તે અંગાર જીવનો વધક છે, તેમ નક્કી કર્યું અને તેવા કુગુરુનો તેના શિષ્યોએ ગીતાર્થ સાધુના ઉપદેશથી ત્યાગ કર્યો. તેથી જે ગુરુ ભગવાનના