________________
૨૩૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૭–૧૪૮ ટીકા :
विषयसुखरागवशकः शब्दादिसुखगृद्धिपराधीनो घोरो भयानकः प्रहरणग्रहणात् भ्रातापि भ्रातरं हन्ति । आधावितोऽभिमुखं गतो वधार्थं व्यापादननिमित्तं यथा बाहुबलिनो भरतपतिश्चक्रवर्ती । कथानकं प्राक्कथितमिति ।।१४७।। ટીકાર્ય :
વિષયસુહરી: ..... થિમિતિ વિષય સુખના રાગને વશ=શબ્દાદિ સુખની વૃદ્ધિને પરાધીન, ઘોર=ભયાનક એવો =મારવા માટે હથિયાર ગ્રહણ કરેલ હોવાથી ભયાનક એવો, ભાઈ પણ ભાઈને હણે છે, જે પ્રમાણે બાહુબલીના વધ માટેeતાશ નિમિતે, ભરતપતિ ચક્રવર્તી અભિમુખ થયા. કથાનક પહેલાં કહેવાયેલું છે. I૧૪૭ના ભાવાર્થ :
ભાઈ પ્રત્યેના અતિ સ્નેહવાળા જીવે ભાવન કરવું જોઈએ કે વિષય સુખના રાગને વશ મારવામાં તત્પર થયેલ ઘોર એવો ભાઈ પણ ભાઈને હણે છે. જેમ ભરત બાહુબલીને મારવા માટે દોડેલ, તેથી સંસારનું આ પ્રકારનું સ્વરૂપ હોવાથી અસાર એવા ભાઈના સ્નેહથી સર્યું, એમ ભાવન કરીને તે પ્રકારના સ્નેહના પ્રતિબંધને દૂર કરવા યત્ન કરવો જોઈએ.
સામાન્યથી બળદેવ-વાસુદેવને એકબીજા પ્રત્યે અતિ ભ્રાતૃસ્નેહ હોય છે, આથી જ કૃષ્ણ અને બલભદ્રને પરસ્પર સ્નેહ હતો. તેથી વિવેકસંપન્ન પણ બલભદ્રને કૃષ્ણના જીવતા સુધી સંયમનો પરિણામ ન થયો અને મૃત્યુ પછી પણ અતિ સ્નેહને વશ તેના મડદાને સજીવ માનીને ફેરવે છે અને જ્યારે ભાઈ મરી ગયો છે, તેવો બોધ થાય છે, ત્યારે જ તે સ્નેહનાં બંધનો તોડી શકે છે, તેથી ગાઢ સ્નેહનાં બંધનોના નિવારણ માટે પ્રસ્તુત ગાથાના ભરત-બાહુબલીના દૃષ્ટાંતથી ભાવન કરીને મહાત્માઓ ભાઈ પ્રત્યેનો સ્નેહ વૃદ્ધિ પામે નહિ, તેવો યત્ન કરે છે. ll૧૪ળા અવતરણિકા :
साम्प्रतं भार्याद्वारं विवृण्वन्नाहઅવતરણિતાર્થ :હવે પત્નીદ્વારને વિવરણ કરતાં કહે છે –
ગાથા :
भज्जावि इंदियविगारदोसनडिया करेइ पइपावं । जह सो पएसिराया, सूरियकंताई तह वहिओ ।।१४८।।