________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૭-૧૫૮
૨પપ કારણે જે ચાલના થાય તે પણ ગુણવાન ગુરુથી પ્રાપ્ત થાય; કેમ કે સૂત્ર-અર્થ ભણાવતી વખતે ક્વચિત્ શિષ્ય ચાલન કરે છે, ક્વચિત્ ગુરુ ચાલના કરે છે. જ્યારે શિષ્યને તે પ્રકારે ચાલના સ્કુરાયમાન ન થાય ત્યારે સૂત્ર-અર્થ કરતી વખતે ગુણવાન ગુરુ તે પ્રકારની ચાલના કરે છે, જેથી શિષ્યને યથાર્થ બોધ થાય અને ઉચિત પ્રવૃત્તિ કરવાની સૂક્ષ્મ દિશા પ્રાપ્ત થાય. પરંતુ એકાકીને પુસ્તકમાંથી અધ્યયન કરવા માત્રથી તે પ્રકારની ચોદના પ્રાપ્ત થાય નહિ, માટે એકાકી સાધુ આ સર્વ લાભોથી વંચિત થાય છે. વળી ગુણવાન ગુરુ બહારથી આવે ત્યારે દાંડો ગ્રહણ કરવો આદિ રૂપ વિનય છે. ઔષધ સંપાદનાદિ રૂ૫ વેયાવચ્ચ કરીને ગુણવાન ગુરુમાં રહેલા તે તે ગુણોની અનુમોદનાજન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તે એકાકીને ક્યાંથી પ્રાપ્ત થાય ? વળી મરણનો પ્રસંગ હોય ત્યારે ઉચિત પચ્ચકખાણ નિર્ધામણાદિરૂપ અંતિમ આરાધના ગીતાર્થ ગુરુ વગર એકાકી સાધુ કઈ રીતે કરી શકે ? અને જો કરી શકે નહિ તો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ અને સ્વીકારેલું સંયમ પણ નિષ્ફળ જાય. આથી જ સંગમાચાર્ય જેવા જે ઋષિઓ સર્વ રીતે એકાકી રહીને શાસ્ત્રની સૂક્ષ્મ મતિથી આત્માને ભાવિત કરીને પંડિતમરણ પામવા સમર્થ છે, તેવા ગીતાર્થ વિશેષ માટે જ કારણે એકાકીપણું ઇષ્ટ છે, બીજાએ તો સુવિહિત ગચ્છની ગવેષણા કરીને હિત સાધવા યત્ન કરવો જોઈએ. II૧પણા
અવતરણિકા :તથા
અવતરણિકાર્ચ -
તથાથી એકાકીના સંભવિત અન્ય દોષો બતાવે છે – ગાથા :
पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्चभयं ।
काउमणो वि अकज्जं, न तरइ काऊण बहुमज्झे ।।१५८ ।। ગાથાર્થ :
એકાકી સાધુ એષણાને પ્રેરણા કરેaઉલ્લંઘન કરે, પ્રકીર્ણ સ્ત્રીજનથી નિત્ય ભય રહે, અકાર્યને કરવાના મનવાળો પણ ઘણાની વચ્ચે કરવા માટે સમર્થ નથી. II૧૫૮ll. ટીકા :__ प्रेरयेनिर्भयत्वादुल्लङ्घयेत् एषणां गवेषणग्रहणग्रासविषयामागमोक्तां मार्गणामेकः प्रकीर्णप्रमदाजनादितस्ततो विक्षिप्तस्त्रीलोकसकाशादेकस्य नित्यभयं सदा भीतिश्चारित्रधनापहारित्वात्, तस्य व्यतिरेकमाह-कर्मोदयात् कर्तुमना अप्यकार्यं न तरति न शक्नोति कर्तुं बहुमध्ये नियन्त्रितत्वाતિતિ પાર૬૮પા