________________
૨પ૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૯-૧૬૦ એવા આનાથી મોહિત થયેલો ઉચ્ચારાદિથી વિધુરિત શરીરવાળો, એકાકી સદ્દવભાજનવિહસ્ત=પાણીના પાત્રથી વ્યગ્ર કરવાળો છતો, જો તે ભાજનને વિહ્વળતાતા ઘાતથી ફેંકે ત્યારે આત્માની અને સંયમની વિરાધના કરે છે, ગાથામાં વા શબ્દ ઃિ શબ્દના અર્થમાં છે. હવે શરીરની તેવી વિહ્વળતાને કારણે પાનકનું ભાજલ અગૃહીત છે, તેનાથી ઉચ્ચારદિને કરે તો ઉડાહ કરે છે–પ્રવચનનું લાઘવ કરે છે. I૧૫૯ll ભાવાર્થ :
વિશિષ્ટ ગીતાર્થ પુરુષો ભગવાનના વચનાનુસારે એકાકી વિચરતા હોય તેઓ પ્રાયઃ તે પ્રકારના અંતરંગ સંચિત વિર્યવાળા હોય છે. તેથી પિત્ત-મૂર્છાદિ થવાનો પ્રસંગ જણાય ત્યારે પ્રાયઃ તેઓ કાયાને પરઠવીને આત્માના નિરાકુળ ભાવમાં સ્થિર થવા ઉદ્યમ કરતા હોય, જેથી તેઓને આત્મવિરાધના-સંયમવિરાધના કે શાસનઉડાહનો પ્રસંગ આવે નહિ, પરંતુ જે સામાન્ય સાધુ છે, તે તો કલ્યાણના અર્થી હોવા છતાં એકાકી વિચરે તો કોઈક એવી શારીરિક સ્થિતિમાં મળનો ઉદ્રક થાય, તેનાથી અત્યંત વિહ્વળ થાય અને ઉચિત સ્થાને જઈ શકે તેવી સ્થિતિ ન હોય ત્યારે સમુદાય અંતર્ગત સાધુઓ વેયાવચ્ચ કરીને તેનો ઉપાય કરી શકે, એકાકીને તેવો ઉપાય કોણ કરે ? વળી વમનાદિ થતું હોય તો અને પિત્તની મૂચ્છ આવી હોય તો સહાયક સાધુના બળથી સ્વસ્થ રહી શકે છે અને જો તે એકાકી હોય તો આ સર્વ પ્રયોગોમાં પાણીના પાત્રથી વ્યગ્ર કરવાનો ઉચ્ચારાદિની વિહ્વળતાને કારણે પાણીના ભાજનને હાથમાંથી પાડે તો સંયમની વિરાધના થાય; કેમ કે ત્યાં રહેલા કોઈક જીવની વિરાધના થવાનો સંભવ રહે અને પોતે પડી જાય તો આત્મવિરાધના થવાનો પ્રસંગ આવે. જ્યારે સમુદાયમાં હોય તો અન્ય સાધુની સહાયથી તેનું ઉચિત નિવારણ થઈ શકે અને એકાકી હોય તો તે પ્રકારની અસ્વસ્થતાને કારણે પાણીનું ભાજન ગ્રહણ કર્યા વગર જે તે સ્થાને ઉચ્ચારાદિ કરે તો તેને તે રીતે જોઈને પ્રવચનનું લાઘવ થાય; કેમ કે માર્ગમાં જે તે સ્થાને આ રીતે મળાદિ કરે અને પાણીના પાત્ર વગર તેને જતા જોઈને લોકોને થાય કે ભગવાનનો ધર્મ વિવેકવાળો નથી, તેથી આ લોકો આ રીતે અસહાયથી જીવે છે અને જેમતેમ પ્રવૃત્તિ કરે છે. જ્યારે વિશિષ્ટ ગીતાર્થ સાધુ તો આવા સમયે પોતે જે સ્થાનમાં વર્તતા હોય ત્યાં જ શું ઔચિત્ય કરવું, જેથી પોતાનાથી સંયમની વિરાધના ન થાય, પ્રવચનનો ઉડાહ ન થાય અને પોતાની સમાધિનો ભંગ ન થાય, તે રીતે યત્ન કરીને આત્મહિત સાધી શકે છે, માટે સાધુએ એકાકી રહેવું જોઈએ નહિ, પરંતુ ગુણવાન ગચ્છમાં જ રહેવું જોઈએ. ક્વચિત્ ગુરુગુણથી યુક્ત ગુરુ ન હોય તો વિવેકપૂર્વક ગુણવાન ગુરુ પાસે સંક્રમણની વિધિ છે, તે પ્રમાણે બીજા ગુરુનો આશ્રય કરવો જોઈએ, પરંતુ એકાકી વિચરવું જોઈએ નહિ. I૧પલા
અવતરણિકા :
અન્યષ્ય
અવતરણિકાર્ય :અને બીજું=એકાકી વિહારમાં બીજા દોષો બતાવે છે –