________________
૨૬૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪-૧૫ છે અને ક્ષાયિક સમ્યક્ત હોવાને કારણે દીર્ઘ સંસારની પ્રાપ્તિ નથી, તોપણ ક્ષાયિક સમ્યક્ત પામતાં પૂર્વે અત્યંત વિષયસુખના રાગને વશ ક્યારેક મિથ્યાત્વને પામીને નરકનું આયુષ્ય બાંધેલું, તેથી દુર્ગતિમાં પડ્યા. તેથી અન્ય સામાન્ય સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્ર ભણેલા હોય છતાં અત્યંત વિષયસુખના રાગને વશ થાય તો કુલવાલક મુનિની જેમ અનંત સંસાર પણ પ્રાપ્ત કરે, માટે વેશ્યાને વશ થયેલ કુલવાલક મુનિને કામનો ઉદય અનંત સંસારનું કારણ છે, માટે સુસાધુએ તેવાં સર્વ આલંબનોથી સદા દૂર રહેવું જોઈએ. II૧૧૪ અવતરણિકા :
तदेते विषयाभिष्वङ्गिणां दोषाः, यस्तु गृहस्थोऽपि विधिना साधून्पर्युपास्ते तद्गुणानाविर्भावयन्नाह - અવતરણિકાર્ય -
તે આ વિષયના અભિળંગવાળા જીવોના દોષો છે પૂર્વમાં જે કહ્યું કે સાધુ પણ સ્ત્રી આદિને વશ થાય તો ભવસંકટમાં પડે છે, તે આ વિષયના અભિળંગવાળા જીવોના દોષો છે. વળી જે ગૃહસ્થ પણ વિધિથી સાધુઓની પર્થપાસના કરે છે, તેના ગુણોને આવિર્ભાવ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
सुतवस्सियाण पूयापणामसक्कारविणयकज्जपरो ।
बद्धं पि कम्ममसुभं, सिढिलेइ दसारनेया व ॥१६५।। ગાથાર્થ :
સુતપસ્વી સાધુઓનાં પૂજા-પ્રણામ-સત્કાર-વિનયકર્મમાં તત્પર એવો શ્રાવક બંધાયેલા પણ અશુભ કર્મને કૃષ્ણની જેમ શિથિલ કરે છે. II૧૬૫ll ટીકા :
सुतपस्विनां शोभनसाधूनां पूजाप्रणामसत्कारविनयकार्यपर इति, अत्र पूजा वस्त्रादिभिः, प्रणामो मू , सत्कारो वाचा गुणोत्कीर्तनं, विनयोऽभ्युत्थानाऽऽसनदानादिः, एतान्येव कार्याणि, यदि वा कार्यं प्रत्यनीकोपद्रववारणादि, पूजा च प्रणामश्चेत्यादिद्वन्द्वः तत्परस्तनिष्ठः, किं बद्धमपि कर्म उपात्तमपि कर्म ज्ञानावरणादि, अशुभं क्लिष्टं, शिथिलयत्युद्वेष्टयति, क इवेत्यत्र दृष्टान्तमाहदशाहनेतृवत् कृष्ण इवेत्यर्थः ।
स हि भगवन्तमरिष्टनेमि सपरिकरं द्वादशावर्त्तवन्दनेनाभिवन्द्य सञ्जातश्रमातिरेकः पप्रच्छभगवन् ! त्रिभिः षष्ठ्यधिकैः सङ्ग्रामशतैर्मे तादृशः श्रमो नाभूद्यादृगद्य साधुवन्दनेन, भगवानाह