________________
૨૭૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૬
અવતરણિકા :
अत एवाह
અવતરણિકાર્થ :
આથી જ કહે છે—વિવેકી શ્રાવક સુસાધુને પ્રણિધાનપૂર્વક વંદન કરતાં અશુભ કર્મનો નાશ કરે છે આથી જ કહે છે
511211 :
अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवे ।। १६६।।
ગાથાર્થ ઃ
અભિગમન-વંદન-નમસ્કારથી, પ્રતિપ્રચ્છનથી સાધુનાં ચિરસંચિત પણ કર્મ ક્ષણથી વિરલપણાને પ્રાપ્ત કરે છે. II૧૬૬॥
ટીકા ઃ
अभिगमनमागच्छतो अभिमुख्यानं, वन्दनं गुणोत्कीर्त्तनं, नमस्करणं कायमनः प्रह्वता, अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वन्द्वैकवद्भावस्तेन, तथा प्रतिप्रच्छनेन शरीरपाटवादिवार्त्तान्वेषणेन क्रियमाणेन साधयन्ति ज्ञानादिभिर्मोक्षमिति साधवः, तेषां चिरसञ्चितमपि प्रभूतजन्मोपात्तमपि कर्म ज्ञानावरणादि क्षणेन स्वल्पकालेन विरलत्वं स्तोकत्वमुपैति प्राप्नोति तत् कर्त्तुरिति गम्यते ।।१६६ ।। ટીકાર્ય ઃ
अभिगमनं ગમ્યતે ।। અભિગમન=આવતા સાધુની સન્મુખ જવું, વંદન=ગુણનું ઉત્કીર્તન, નમસ્કરણ=કાયા અને મનની પ્રવતા=ભક્તિથી નમ્રતા, અભિગમન, વંદન અને નમસ્કરણ, એ પ્રકારે દ્વન્દ્વનો એકવદ્ભાવ છે, તેનાથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે અને પ્રતિપ્રચ્છનથી=કરાતા એવા શરીરની પટુતા આદિ વાર્તાના અન્વેષણથી કર્મ વિરલપણાને પામે છે એમ અન્વય છે, જ્ઞાનાદિ વડે મોક્ષને સાધે છે, તે સાધુઓ તેઓના અભિગમનાદિ દ્વારા ચિરસંચિત પણ=ઘણા જન્મથી બંધાયેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મ, વિરલપણાને=સ્તોકપણાને, પ્રાપ્ત કરે છે,
કોનાં કર્મ સ્તોકપણાને પ્રાપ્ત કરે છે ? એથી કહે છે
તેના કર્તાનાં=અભિગમનાદિ કરનારાનાં, કર્મ વિરલપણાને પ્રાપ્ત કરે છે. ૧૬૬॥ ભાવાર્થ:
જે શ્રાવકોને કે સાધુઓને પોતાનાથી અધિક ગુણવાળા સાધુઓ પ્રત્યે ભક્તિનો અતિશય છે, સુસાધુના