________________
૨૭૧
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૬-૧૭ સત્ત્વનો સમ્યગુ બોધ છે અને મહાસાત્ત્વિક એવા સુસાધુઓ જે રીતે જિનવચનનું અવલંબન લઈને સંસારનો ક્ષય કરી રહ્યા છે, તે જોઈને તેઓ પ્રત્યે ભક્તિનો અતિશય થવાથી તે મહાત્મા પધારતા હોય ત્યારે સન્મુખ ગમન કરે તેનાથી પ્રવર્ધમાન રાગને કારણે વિપુલ કર્મની નિર્જરા થાય છે. વળી સાક્ષાત્ તેમનાં દર્શન કરીને વંદન-નમસ્કારનો પરિણામ થાય છે, ત્યારે વૃદ્ધિ પામતા રાગને અનુરૂપ વિશિષ્ટ વિશિષ્ટતર નિર્જરા થાય છે. વળી, સુસાધુ વિહારાદિ કરીને આવેલા હોય ત્યારે શરીરની પટુતા આદિ વાર્તાનું અન્વેષણ કરે, સંયમ માટે અન્ય કોઈ વસ્તુ આવશ્યક હોય તેની પૃચ્છા કરે તે સર્વ કાળમાં શ્રાવકના ચિત્તમાં વર્તતો વિવેક અને સાધુના ગુણોનો રાગ તેને અનુરૂપ ઘણા જન્મોનાં બંધાયેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો અલ્પકાળમાં વિરલપણાને પ્રાપ્ત કરે છે અર્થાત્ અતિ ક્ષીણપણાને પ્રાપ્ત કરે છે. તેનાથી તે મહાત્મા પરિમિત ભવોમાં સુસાધુની જેમ સાત્ત્વિક થઈને સંસારનો ક્ષય કરવા સમર્થ બનશે; સદ્ગતિની પરંપરા દ્વારા સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરશે. ll૧૬કા અવતરણિકા -
तदेवमभिगमनादिविनयः कर्मक्षयहेतुत्वात् सर्वसाधूनां विधेयः विशेषतो गुरूणां, तथा च कुर्वंस्तेषामपि श्रद्धां जनयतीत्याह चઅવતરણિતાર્થ -
આ રીતે અભિગમતાદિ વિનય કર્મક્ષયનું હેતુપણું હોવાથી સર્વ સાધુઓને વિધેય છે. વિશેષથી ગુરુઓનો વિધેય છે અને તે રીતે કરતો=ગુરુઓનો અભિગમનાદિ વિનય કરતો, તેઓને પણ=ગુરુ આદિને પણ, શ્રદ્ધા ઉત્પન્ન કરે છે=આ યોગ્ય જીવ છે; કેમ કે તેને ગુણનો રાગ છે, એ પ્રકારની શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે કહે છે –
ગાથા -
केइ सुसीलसुहम्माइसज्जणा, गुरुजणस्स वि सुसीसा ।
विउलं जणंति सद्धं, जह सीसो चंडरुदस्स ।।१६७।। ગાથાર્થ :
કેટલાક સુશીલ સુધર્મ અને અતિસજ્જન એવા સુશિષ્યો ગુરુજનની પણ વિપુલ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, જેમ ચંડરુદ્રાચાર્યના શિષ્ય. ll૧૬૭ળા ટીકા :
केचित् न सर्वे सुशीलसुधर्मा अतिसज्जना इत्यत्र सुशीला विशिष्टेन्द्रियनोइन्द्रियसमाधानवन्तः सुधर्माणः श्रुतचारित्रधर्मोपेताः, अत एवातीवसन्तश्च ते जनाश्चातिसज्जनाः सर्वप्राणिनाममृतरूपत्वात् सुशीलाश्च ते सुधर्माणश्च तेऽतिसज्जनाश्चेति कर्मधारयः, गुरुजनस्यापि आस्तामपरेषां, सुशिष्याः