________________
૨૬૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧ર-૧૬૩, ૧૧૪ સાધુના પુષ્ટ દેહને જોઈને નિર્ભિકતાથી કામની માગણી કરે તો સાધુને પણ તે પ્રકારનો પરિણામ થવાની સંભાવના રહે છે. વળી ઉગ્ર યૌવનવાળી સ્ત્રીઓ જોવા માત્રથી વિકાર ઉત્પન્ન કરે તેવી હોય છે, તેનાથી પણ દૂર રહે છે. વળી કોઈ વૃદ્ધ પુરુષની પત્ની નાની ઉમરની હોય, પતિથી અતૃપ્ત હોય, તેવી સ્ત્રી પુષ્ટ દેહવાળા સાધુને જોઈને કામની અભિવ્યક્તિ કરે તેવી સંભાવના રહે છે, તેનો પણ સાધુ પરિહાર કરે છે, આ સર્વના નામોલ્લેખપૂર્વક કથન કર્યું. તેથી એ ફલિત થાય કે આ સર્વ સ્ત્રીઓથી કામનો ઉદ્રક થાય તો ગાઢતર અપાય થવાની સંભાવના છે, તો પણ સામાન્યથી જે સ્ત્રીઓને શુભ અધ્યવસાયનું અલન થયેલું છે અને કામને અભિમુખ થયેલી છે, તેથી ઉભટ રૂપે પ્રગટ થયું છે અર્થાત્ કામની માગણી કરે તેવું સ્વરૂપ પ્રગટ થયું છે, તેવી સ્ત્રીઓ જોવા માત્રથી સાધુને વિપરીત ચિત્તતાને કરાવે છે અર્થાત્ મોહ ઉત્પન્ન કરે છે. આવી સર્વ સ્ત્રીઓનો સાધુ અત્યંત પરિહાર કરે છે; કેમ કે પોતાના આત્મામાં વિદ્યમાન વેદનો ઉદય નિમિત્તને પામીને પાતનું કારણ બની શકે અને ઘણા સંવિગ્ન સાધુની મધ્યમાં હોય તો આ સર્વ અપાયોનો પરિહાર કરી શકે છે. એકાકી સાધુ હોય તો પરિહાર કરવાની ઇચ્છા કરે તો પણ તેવી કોઈ સ્ત્રી સન્મુખ આવે તો તેનો પરિવાર દુષ્કર બને છે. જેમ અત્યંત સંયમી સિંહગુફાવાસી મુનિની સન્મુખ ઉપકોશા રાત્રે એકાંતમાં વિશિષ્ટ પ્રકારના હાવભાવયુક્ત આવી ત્યારે સ્થૂલભદ્ર મુનિ જેવા દૃઢ સંકલ્પવાળા નહિ હોવાથી સ્કૂલના પામ્યા, માટે સાધુએ એકાકી વિચરવું જોઈએ નહિ. II૧૬૨-૧૬alી. અવતરણિકા -
अयं च स्त्रीजनितापायः सकलविषयनिबन्धनतया गुरुतरसंसारकारणत्वादुपलक्षणत्वेन शेषापायाનામુપસ્તો , યત – અવતરણિકાર્ય :
અને આ સ્ત્રીજનિત અપાય બધા વિષયનું કારણ પણું હોવાથી સ્ત્રીથી પાત પામેલા સાધુને બધા વિષયની પ્રાપ્તિ હોવાથી, ગુરુતર સંસારનું કારણ પણું હોવાને કારણે શેષ અપાયોના ઉપલક્ષણપણાથી ઉપવ્યસ્ત છે અન્ય સર્વ અપાયો તેનાથી પ્રાપ્ત થાય છે, તેમ બતાવાયું છે. જે કારણથી –
ગાથા -
सम्मद्दिट्ठी वि कयागमो वि अइविसयरागसुहवसओ ।
भवसंकडम्मि पविसइ, इत्थं तुह सच्चई नायं ।।१६४।। ગાથાર્થ :
કરાયેલા આગમવાળો=ભણેલા આગમવાળો પણ, સમ્યગ્દષ્ટિ પણ અતિવિષયના રાગના સુખના વશથી ભવસંકટમાં પ્રવેશ પામે છે, આ અર્થમાં તને સત્યકી દષ્ટાંત છે. II૧૬૪l.