________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૨–૧૬૩
૨૬૩
પતિએ=દેશાંતર ગયેલા પતિવાળીને, બાળવિધવાને બાલ્ય અવસ્થામાં રંડાયેલી, પાખંડ રોધવાળી=પાપના ખંડતથી રોધ છે જેને તે તેવી છે, તેવી સ્વદર્શન કે પરદર્શનના વ્રતવાળી અર્થાત્ સાધ્વીને, અસતીને કુલટાને, નવતરુણીને=નવા યૌવતવાળીને અને સ્થવિરભાર્યાને–વૃદ્ધ ઉંમરવાળાની પત્નીને, પરિહાર કરે છે. એ પ્રમાણે સર્વત્ર=વેશ્યા આદિ સર્વ શબ્દોમાં ક્રિયાનો સંબંધ છે અને આમનું ગ્રહણ=વેશ્યા આદિ સ્ત્રીઓનું નામોલ્લેખરૂપે ગ્રહણ, નિરુદ્ધપણું હોવાથી=કામની ઈચ્છા કોઈક રીતે વિરોધ કરીને બેઠેલી હોવાથી સમન્મથપણું હોવાના કારણે=વેદોદયની પરિણતિવાળી હોવાથી ગાઢતર અપાયકારીપણું બતાવવા માટે છે અર્થાત્ સર્વ સ્ત્રીઓ કામવિકારનું કારણ બની શકે છે, તોપણ ઉલ્લેખ કરાયેલ વેશ્યા આદિ સર્વ સ્ત્રીઓ વિશેષ પ્રકારે કામઉદ્વેકનું કારણ બને તેમ છે, અથવા આના વડે શું?=વેશ્યા આદિ સર્વ વડે શું ? સવિટંક ઉભટ રૂપવાળી જોવાયેલી સ્ત્રીઓ મોહ પમાડે છે, એમ અવય છે, એ પ્રકારના કથનમાં વિટંક વિબંધ છે=શુભ અધ્યવસાયનું સ્નલન છે; કેમ કે ટ ધાતુ બંધનમાં છે એ પ્રકારનું વચન છે, વિટંક સહિત=શુભ અધ્યવસાયના સ્મલન સહિત વર્તે છે, તે સવિટંક કામના આવેગના પરિણામ સહિત વર્તે છે, તેવી સવિટંક સ્ત્રી, ઉદ્ભટ=ઉદાર અર્થાત્ સવિટંક ઉભટ ઉદારરૂપ છે જેણીને તે તેવી છે=કામના વિકારવાળી અને બીજાને કામ ઉત્પન્ન કરે તેવી ઉભટ રૂપવાળી જે સ્ત્રીઓ છે, તે જોવાયેલી=અવલોકન કરાયેલી, મોહ પમાડે છે=વિપરીત ચિત્તતાને કરાવે છે, જે કોઈ સ્ત્રી મનને=અંતઃકરણને, મોહ પમાડે છે, તેણીને આત્મહિતનું ચિંતવન કરતા=સ્વના પથ્થરો વિચાર કરતા સાધુઓ, અત્યંત દૂરથી પરિહાર કરે છે=વર્જન કરે છે. I૧૬૨-૧૬૩ ભાવાર્થ :
સુસાધુઓ આત્મકલ્યાણના અત્યંત અર્થી હોય છે, તોપણ અનાદિથી વેદના ઉદયવાળા છે અને સર્વ કષાય-નોકષાયમાં કષાય બલવાન હોવા છતાં વેદનો ઉદય સર્વથી બલવાન છે, તેથી સારા પણ ઋષિઓને વેદનો ઉદય માર્ગથી પાત કરવાનું પ્રબળ કારણ બને છે, તેથી જેનાથી કામના વિકારનો અત્યંત સંભવ હોય તેનાથી તેઓ અત્યંત દૂર રહે છે. જેમ વેશ્યા બીજાને કામ ઉત્પન્ન કરવામાં કુશળ હોય છે, તેથી કોઈક નિમિત્તે તેણીનો સંપર્ક થાય તેમ હોય તો સુસાધુ તેનાથી દૂર રહે છે. વળી કોઈક નહિ પરણેલી પ્રૌઢ ઉંમરવાળી સ્ત્રી હોય તે હંમેશાં કામથી વિહ્વળ હોય છે, માટે સુસાધુને કામનો ઉદ્રેક કરવામાં પ્રબળ કારણ બને તેવી હોય છે. તેથી તેવી સ્ત્રીઓથી સાધુ દૂર રહે છે, વળી જેનો પતિ પરદેશ ગયેલો છે, તેથી કામાતુર છે, તેનાથી પણ દૂર રહે છે; કેમ કે કામને વશ સ્ત્રી સાધુને પણ કામ ઉદ્રક કરે તેવી સંભાવના રહે છે. વળી બાળવિધવા સ્ત્રી કામથી અતૃપ્ત હોવાથી તેનાથી દૂર રહે છે. વળી જે સ્ત્રીઓ પાપના ખંડન માટે અબ્રહ્મનો રોધ કરે છે, તેવી વ્રતવાળી સાધ્વીઓથી પણ દૂર રહે છે; કેમ કે વ્રતવાળી હોવા છતાં વેદનો ઉદય નષ્ટ થયો નથી અને સાધુના દર્શનથી તે સાધ્વીઓને પણ કામની ઇચ્છા થઈ શકે છે અને કામની ઇચ્છાને વશ તે પ્રકારનો હાવભાવ વ્યક્ત કરે તો સાધુને પાત થવાનો પ્રસંગ આવે માટે તેનાથી દૂર રહે છે. વળી અસતી સ્ત્રીઓ અત્યંત કામની વૃત્તિવાળી હોય છે, તેથી